fbpx

સરળતાથી પ્રેગ્નન્સી રહી જાય એ માટેની ટિપ્સ

મેડિકલ ચેકઅપ: પ્રેગ્નન્સી પ્લાનિંગ કરતા પહેલા બન્નેનું મેડિકલ ચેકઅપ કરાવી લેવું જોઈએ.
વજન મેઈન્ટેઈન રાખવું: પ્રેગ્નન્સીમાં સ્ત્રીનું વજન નિર્ણાયક ભૂમિકા ભજવે છે . વધારે અથવા ઓછું વજન એ પ્રેગનન્સીમાં અવરોધ ઉભા કરી શકે છે.
સ્વસ્થ જીવનશૈલી: તંદુરસ્ત જીવનશૈલી તમારી પ્રજનન ક્ષમતાને સુધારવામાં મદદ કરી શકે છે. દારૂ, ધૂમ્રપાન, ગેરકાયદેસર દવાઓ લેવાનું ટાળો કારણ કે તે તમારા ગર્ભવતી થવાની શક્યતાને ઓછી કરે છે.
ફૂડ: જંક ફૂડના વધુ પડતા વપરાશને ટાળો અને તમારા આહારમાં ફળો, શાકભાજી અને ડેરી ઉત્પાદનો (ખાસ કરીને કાર્બનિક ખોરાક) નો સમાવેશ કરો. ઉપરાંત, તમારા શરીરનું વજન જાળવવા માટે નિયમિત કસરત કરો. એ શુક્રાણુઓની (સ્પર્મ) ગુણવત્તા વધારે છે અને પ્રેગ્નન્સી ઝડપથી અને સરળતાથી રહી જાય છે.
ઓવ્યુલેશન પિરિયડનું નિરીક્ષણ કરો: પ્રેગ્નન્સી માટે સંભોગ કરવા યોગ્ય સમય જાણવા માટે તમારા ઓવ્યુલેશન પિરિયડને બરાબર ઓબ્સર્વ કરો.
ફર્ટિલિટી વધારનારા ખોરાક: ફળદ્રુપતા વધારવા માટે ફોલિક એસિડ, વિટામિન સી, એ, ડી અને ઇ, ઝીંક, પોટેશિયમ અને તાંબુ જેવા પોષક તત્વો જરૂરી છે. આ ખોરાક, જે તમારા આહાર અથવા પૂરવણીઓમાંથી મેળવી શકાય છે, તે તંદુરસ્ત ઓવમના ઉત્પાદનમાં અને શુક્રાણુઓની ગુણવત્તામાં સુધારો કરવામાં મદદ કરે છે.
સૌથી મહત્વનું: પ્રેગ્નન્સી માટે ટ્રાય (સંભોગ) કરતા પહેલા શક્ય હોય તો ત્રણ મહિનાનું બ્રહ્મચર્ય પાળો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Main Menu