fbpx

About Us

Welcome to Myyuti

પુસ્તકો અને વાંચન પ્રત્યેના અગાઢ પ્રેમના કારણે મારો જન્મ 28 ઓગસ્ટ, 2008 અમદાવાદ ખાતે થયો. શરૂઆત રોડ સાઈડ લારીમાં પુસ્તકોના વેચાણથી થઇ. ધીરે ધીરે લોકો આવતા ગયા, પુસ્તકો વંચાતા રહ્યા અને એમ કરતા કરતા મારું કદ વધતું ગયું. મારુ જતન અને સિંચન પણ સરસ થયું જેથી મારો વિકાસ ઝડપી અને સારો થયો. નાનકડી લારીથી શરૂ થયેલી યાત્રા ધીરે ધીરે વિશાળ પુસ્તક મેળા સુધી અને પછી પ્રકાશન સુધી. આજે હું યુતિ પબ્લિકેશન નામથી ઓળખાવ છું. આ ઓળખના પાયામાં છે શ્રેષ્ઠ આપવાની ભાવના, ઈમાનદારી અને પ્રેમ. યુતિ એટલે બે બિંદુના મિલનની ઘટના. હું સર્જક અને ભાવકોને જોડાતી કડી છું. આથી હું ‘યુતિ’ છું. મારી આ યાત્રા હજું ઘણી આગળ વધવાની છે. 300થી વધુ પુસ્તકો પ્રકશિત થઈ ચુક્યા છે અને હજું અનેક પુસ્તકો પ્રકાશિત કરી, ઘરે ઘરે વાંચનનો યજ્ઞ પ્રગટાવવાનો મારો ધ્યેય છે.

Main Menu