fbpx

બાળકનો જન્મ પહેલાનો છેલ્લા મહિનાને સરળ કઈ રીતે બનાવવો ?

balak na janm phela no chhello mhino

નવમો મહિનો તમારી ગર્ભાવસ્થાના અંત તરફ દોરી જાય છે. આ એક થોડુક ભાવનાત્મક રીતે મૂંઝવણ અને કોયડા જેવું લાગે છે. ખાસ કરીને જે પ્રથમ વખત માતા બનવાના હોય છે તેમને. તેમની ઉપર માતા બનવાની ઘણી બધી જવાબદારીઓનું દબાણ બની જાય છે અને તેણે પણ સૌથી મહત્વપૂર્ણ વ્યક્તિને દુનિયામાં લાવવા તે દર્દમાંથી પસાર થવું પડે છે. આ સમયે અનુભવી વડીલે એને હુંફ અને પ્રેમથી આશ્વાસન અને સહકાર આપવાનો હોય છે.

છેલ્લા મહિનામાં તમારી તંદુરસ્તીમાં બદલાવ:

પ્રસુતિની પૂર્વ તૈયારી રૂપે બાળકનું માથું નીચે તરફ આવે છે અને ત્યાં સ્થિર થાય છે. ગર્ભસ્થ શિશુ નીચે તરફ આવવાથી તમારા મૂત્રાશય પર દબાણ આવે છે. તેને લીધે વારંવાર પેશાબ કરવા જવાની ઇચ્છા થાય છે. ઘણીવાર થોડું સફેદ પાણી પડે છે. કબજિયાત પણ આ જ કારણસર અનુભવાય છે. ઊંઘમાં ખલેલ પહોંચે છે, આરામથી સુઈ શકાતું નથી. કમર, પીઠ અને પેટમાં દર્દ થાય છે, મોઢામાં પાણી આવે છે કે ગભરામણ થાય છે.

તમારી આસપાસ રહેલી દરેક સ્ત્રી તમને ગર્ભાવસ્થાના અંતિમ તબક્કાને સાચવવાના ઓછામાં ઓછા લગભગ 101 રસ્તાઓ બતાવશે. પરંતુ, ખોટી અંધશ્રદ્ધામાં ન ખેંચાય જવાય એ માટે તમારે જ શારીરિક અને માનસિક બન્ને રીતે મજબૂત રહેવું પડશે..

અંતિમ તબક્કા ને સરળ બનાવવાના કેટલાક ઉપાયો અહીં સૂચવ્યા છે. તેને અનુસરો અને પછી જુઓ કે જોતજોતામાં તમારી પ્રસુતિ એક ઉત્સવ બની જશે.
● નવમો મહિનો બેઠા બાદ રોટલી, ભાખરી વગેરેના મોણમા એકથી બે ચમચી દિવેલ નાખવું. વળી, પંદર દિવસ જાય એટલે રોજ રાત્રે એક ચમચી દિવેલ ગરમ દૂધમાં નાંખી પીવું.
● નવમા મહિનાના ૮ થી ૧૦ દિવસ બાદ યોનીમાં દિવેલનું પીચું મૂકવું. (થોડુ રૂ લઈ તેને ડ્રેસિંગના પાટામાં વીંટાળી સોપારી જેટલી સાઇઝની પોટલી બનાવો. ગાંઠ બાંધતી વખતે પાટાનો એક છેડો લાંબો રાખવો.આ પોટલીને દિવેલમાં બોળી યોનિમાં બે કલાક રાખી સ્ત્રીએ સૂઈ રહેવું, પછી લાંબા રાખેલા છેડાથી ખેંચીને કાઢીને ફેંકી દેવું. આવું દિવેલનું પીચુ ૫ થી ૭ દિવસ રોજ મૂકવાથી ત્યાંનો વાયુનો અવરોધ દૂર થાય છે અને નોર્મલ ડિલિવરીની શક્યતા વધી જાય છે.)
● યોગ અને પ્રાણાયામને બને તેટલો વધુ સમય ફાળવો. (કેમ કે જેટલી વધુ કસરત કરશો તેટલા તમારા સ્નાયુ મજબૂત બનશે. અને જેટલી વધુ પ્રેક્ટિસ શ્વાસ અંદર રોકવાની કરી હશે તેટલો વધુ ફાયદો પ્રસૂતિ વખતે મળશે.)
● પ્રસુતિની પૂર્વ તૈયારીરૂપે આટલી વસ્તુ તૈયાર કરી દો: માતા માટે-એક થેલીમાં જરૂરિયાત મુજબના કપડા, બે નાઈટ ગાઉન, બે મોટી સાઇઝની બ્રા, નીકર, ચણીયા, વધારાના સુતરાઉ કપડા, file, નેપકીન, ટુવાલ, toothbrush, સાબુ, પાણીની બોટલ, ગ્લાસ, ચપ્પુ, વગેરે….
● બાળક માટે-ઋતુ અનુસાર કોમળ સુતરાઉ કપડા, ૮ થી ૧૦ લંગોટ, ચાર-પાંચ નાની ગોદડી, ઓઢાડવા પાતળા સુતરાઉ કપડા, baby wipes, બાળકને પીવડાવવા માટેની ગળથૂથીની સામગ્રી, શ્લોકોનું કાગળ વગેરે.

આશા છે કે આ લેખ તમારા માટે ઘણો જ ઉપયોગી થયો હશે.

મિત્રો અને સ્નેહીજનોને આ જ્ઞાન શેર કરજો. 

(આ વિષય અંગે વધુ વાંચવા – સમજવા માટે આ પુસ્તક વાંચો, ઉપયોગી થશે.)
પુસ્તક : ગર્ભસંસ્કાર – જેવું વાવીશું એવું લણીશું
લેખક : ડૉ. દેવાંગી જોગલ | નિલેશ જોગલ
પ્રકાશક : યુતિ પબ્લિકેશન – 9173243311

Leave a Reply

Your email address will not be published.

Main Menu