fbpx

નોકરિયાત માતા અને બાળકનો ઉછેર

nokariyat mata

નોકરિયાત વર્ગની માતાએ પ્રસુતિ બાદ ખૂબ જ જલ્દી નોકરીમાં જોડાવું પડતું હોય છે. તેવી માતાને જો પતિ, પરિવાર અને અન્ય તરફથી સહયોગ મળી રહે તો બાળકનો ઉછેર તેના માટે મુશ્કેલ થતો નથી.

યાદ રાખવું કે નોકરિયાત માતાએ બાળ ઉછેર, ઘર અને સામાજિક જવાબદારી ,સાથે ઓફિસનું કામ એમ ચારેયને પૂરતો ન્યાય આપવાની અદભુત કળા કેળવવી પડશે.
       
● નોકરી પર જતી મહિલાઓ માટે…..
આવી મહિલાઓએ જેટલી વધુ રજા મળી શકે એટલી લેવાની કોશિશ કરી શરૂઆતનો સમય બાળકને વધુ આપવો.
           

આ શક્ય ન હોય તો શરૂઆત નો થોડો સમય પાર્ટ ટાઈમ નોકરી કરવી, જેથી બાળકને તદ્દન દૂધથી વંચિત ન રાખવું પડે.
           

ઘર નજીક હોય તો વચ્ચેના સમયમાં ઘરે આવી બાળકને સ્તનપાન કરાવવું. આનાથી માતાને બાળકને મળવાનો માનસિક સંતોષ પણ મળશે.
            

આ પણ શક્ય ન હોય તો પોતાના હાથ વડે અથવા breast pumpથી એક સ્વચ્છ પાત્રમાં દૂધ કાઢી લેવું. આ દૂધ ફ્રીજમાં રાખવું. જરૂર પડે ત્યારે ગરમ પાણીના વાસણમાં આ દૂધ મૂકી એને સામાન્ય તાપમાને લાવી સ્વચ્છ વાટકી કે ચમચીથી દૂધ બાળકને પીવડાવી શકાય. આ દૂધ છ થી આઠ કલાક સુધીમાં વાપરી લેવું હિતાવહ છે.

● કૌટુંબિક મદદ
બાળકના દાદા-દાદી સાથે અથવા નજીકમાં રહેતા હોય તો, નોકરીના સમય દરમ્યાન બાળકને તેમની પાસે રાખવાથી બધા કામ સરળ થઈ જાય. દાદા દાદી પણ તેને ખવડાવવું-પિવડાવવું, સ્કૂલે લેવા-મૂકવા જવુ, જેવા કામ કદાચ માતા-પિતા કરતા પણ વધુ સારી રીતે કરી શકે છે. સાથે બાળકને ઉત્તમ સંસ્કાર પણ મળે.

● પતિની મદદ
વર્કિંગ વુમનને પતિનો પુરતો સાથ-સહકાર હોય તો તેના બાળકને ઉછેર માટે ખૂબ જ ફાયદાકારક છે. જો પતિ પોતાનાથી શક્ય ઘરના નાના મોટા કામ કરી લે તો પત્ની, બાળક માટે વધુ સમય ફાળવી શકે. પતિ માટે પણ ઘરની જવાબદારી નિભાવવાથી પત્નીનો કાર્ય બોજો ઓછો થશે જ અને પત્ની સાથે રહેવાનો તથા તેને સમજવાનો મોકો મળશે.

● આયા
20 વર્ષની છોકરીઓ અથવા 30 થી 40 વર્ષના બહેન બાળકને સારી રીતે રાખી શકે. તેને સામાન્ય લખતા વાંચતા આવડતું હોય તો સારું. બાળકને રાખવા સાથે તેને વિવિધ રમત રમાડે, વાર્તા કહે, શરદી-તાવ અચાનક થાય તો તરત સારવાર કરાવી લે. ક્યારેક અચાનક ઘરે આવી તે કેવી રીતે બાળકને રાખે છે તે તપાસ પણ કરી લેવી.

● ડે-કેર સેન્ટર
બે થી ચાર વર્ષનું બાળક થાય પછી આ ઓપ્શન વિચારી શકાય. પંદર-વીસ દિવસ બાળક અસલામતી અનુભવ છે. પરંતુ, અન્ય બાળકો સાથે રહેવા માંડશે એટલે પછી ટેવાઈ જશે. અને પછી બાળક પરિસ્થિતિને અનુકૂળ થઈ જતું હોય છે.

● બાળક પર મનોવૈજ્ઞાનિક અસર
બાળકને ત્રણ વર્ષ સુધી તો બને તેટલું વધુ માતા સાથે જ રહેવા દેવું જોઈએ. શરૂઆતમાં તે નાનું હોય ત્યારે થોડું જિદ્દી, ચીડયું બનશે. માતાને એવું લાગે કે ઓફિસેથી આવ્યા બાદ પણ તે અનુકૂળ થતું નથી, પરંતુ ગભરાવવાની જરૂર નથી. પાછા આવ્યા બાદ તેની પાછળ થોડો સમય ફાળવીને તેને મનગમતી પ્રવૃત્તિ કરાવો, તેને નવડાવીને તૈયાર કરવાથી બાળક પણ હળવું થઈ જશે. મોટું થતું જશે તેમ પોતાની અને ઘરની પરિસ્થિતિને સમજી અનુકૂળ થતું જશે.
   

અમને આશા છે કે અમારી આ ટિપ્સ આપને ઉપયોગી થશે.

Leave a Reply

Your email address will not be published.

Main Menu