No products in the cart.
આદું આપણાં રસોડાનું અભિજ્ઞ અંગ છે. આ આદું ફક્ત એક કંદમૂળ માત્ર નથી. આરોગ્યનું વરદાન છે. આ પુસ્તકમાં એની ખેતીથી લઈને એનાં ઉપયોગોનો પ્રકારો, ફાયદા અને લેખક દ્વારા કરાયેલા વિવિધ પ્રયોગોની વાત કરવામાં આવી છે.
આ પુસ્તકના લેખક રાજવૈદ્ય રસિકલાલ જે. પરીખએ પોતાનું પૂરું જીવન લોકોને તંદુરસ્ત રાખવામાં સમર્પિત કરી દીધું હતું. તેઓએ તેમની સારવારમાં આદુંને સેન્ટરમાં રાખીને ઘણા પ્રયોગો કરેલા. વર્ષો પહેલા પ્રકાશિત થયેલું આ પુસ્તક છેલ્લા ઘણા સમયથી અપ્રાપ્ય હતું. હવે નવા રૂપરંગ સાથે, ભાષાકીય થોડાક ફેરફારો સાથે ફરીથી પ્રકાશિત થયું છે.
અમારો મત છે કે આ પુસ્તક દરેક ઘરમાં હોવું જોઈએ. ખાસ કરીને દરેક ગૃહિણીએ તો આ પુસ્તક ખાસ વાંચવું જોઈએ, કારણ કે આખા કુટુંબનું સ્વાસ્થ્ય આખરે તો ગૃહિણીના જ હાથમાં હોય છે.
આદુંના ગુણ
> હૃદયના સ્ત્રોતો સાફ કરે છે.
> જઠરાગ્નિ નવો પેદા કરે છે.
> ફેફસામાં કફનાં જાળા તોડી નાખે છે.
> જીભ અને ગળું નિર્મળ બનાવે છે.
> વધુ પ્રમાણમાં પેશાબ લાવે છે.
> છાતીમાંથી શરદી કાઢી નાખે છે.
> આમવાતના સોજા મટાડે છે.
> સ્થૂળતા, જાડાપણું, મેંદ મટાડે છે.
Additional information
ISBN | 978-93-85037-02-3 |
---|---|
Publication | Wbg Publication |
Size | 7 X 9.5 Inch |
Number Of Pages | 143 |
Author | Raj Vaidh Rasiklal J. Parikh |
Reviews
There are no reviews yet.