No products in the cart.
લેખક ઉમા ત્રિલોકએ અમૃતા અને ઇમરોઝના સંબંધોને આ પુસ્તક થાકી આપણી સામે મુકવા કોશિશ કરી છે. અંગ્રેજી અને હિન્દી ભાષામાં ખુબ વખણાયેલું આ પુસ્તક હવે ગુજરાતીમાં પ્રકાશિત થયું છે. જેઓ અમૃતા પ્રીતમના લખાણોથી પરિચિત છે તેમને આ પુસ્તક ચોક્કસ ગમશે.
આ પુસ્તક માંથી… વિચારવા લાગી કે એક દિવસ અમૃતાએ ઇમરોઝજીને કહ્યું હતું, “ઈમરોઝ, તમે હજુ જુવાન છો. તમે જઈને ક્યાંક વસી જાઓ. તમે પોતાના રસ્તે જાઓ, મારો શો ભરોસો કેટલા દિવસ રહું ન પણ રહું.” ‘તમારાં વગર જીવવું મરવા બરાબર છે અને હું મરવાનું નથી ઇચ્છતો,’ ઇમરોઝજીએ જવાબ આપ્યો હતો. એક દિવસ ફરી કોઈક ઉદાસ ક્ષણે તેઓએ ઇમરોઝજીને કહ્યું હતું, ‘તમે પહેલાં દુનિયા કેમ નથી જોઈ આવતા? …અને જો તમે પાછા આવ્યા અને તમે મારી સાથે જીવવાનું પસંદ કર્યું, તો પછી હું એ જ કરીશ જે તમે ઇચ્છશો. ’ઈમરોઝજી ઊઠ્યા અને તેઓએ તેમના રૂમમાં ત્રણ ચક્કર મારીને કહ્યું : ‘લ્યો, હું દુનિયા જોઈ આવ્યો. હવે શું કહો છો?’ આ વાતને યાદ કરીને અમૃતાજી કહે છે : આવા માણસનું કોઈ શું કરે? હસે કે રોવે?’, અમૃતા અને ઇમરીઝ બંને માને છે કે એમને ક્યારેય કોઈ સમાજની સ્વીકૃતિની આવશ્યકતા ન હતી. એક વાર મેં ઇમરોઝને સીધેસીધું પૂછી જ લીધું, તો તેઓ બોલ્યા : “એ પ્રેમી યુગલો કે જેને પોતાના પ્રેમ પર ભરોસો નથી હોતો, તેને જ સામાજિક સ્વીકૃતિની જરૂરત હોય છે. અમે બંને અમારાં મનથી સ્વીકૃત છીએ પછી સમાજની શી જરૂર છે ? અમારા કિસ્સામાં સમાજની કોઈ ભૂમિકા જ નથી. અમે સમાજની સામે જઈને શા માટે કહેતાં ફરીએ કે અમે એકબીજાં માટે છીએ. અમે એકબીજાંને પ્યાર કરીએ છીએ.’
Additional information
ISBN | 978-93-85037-47-4 |
---|---|
Publication | Yuti Publication |
Number Of Pages | 96 |
Author | Uma Trilok |
Reviews
There are no reviews yet.