fbpx

Batrisu Ladu Katalu

900.001,800.00

બત્રીસુ શું છે ?
પ્રસૂતા માટે આપણે ત્યાં ઘરની વડીલ સ્ત્રીઓ ખાસ પ્રકારનો ‘પાક’ બનાવતી. આ ‘પાક’ એ જ બત્રીસુ. આ લાડુંમાં વપરાતી ઔષધીઓ પ્રસૂતાના અને બાળકના સ્વાસ્થ્ય ખૂબ જ મદદરૂપ થતી હોય છે.

Clear
Compare

|| બત્રીસુ લાડું વિશે…||

પ્રસૂતાના આહારમાં કાળજી :
ગર્ભના પોષણ અને વિકાસમાં સ્ત્રીની ઘણી શક્તિ ખર્ચાઈ ગઈ હોય છે. આ ઉપરાંત પ્રસવ સમયની પીડા, એ સમયે સ્ત્રી દ્વારા કરવું પડતું જોર, એ સમયે થયેલ રક્તસ્ત્રાવ વગેરેને કારણે સ્ત્રી અતિસય નાજુક અને ક્ષીણ થઈ જાય છે. આ અવસ્થામાં સ્ત્રીને કોઈ રોગ થાય તો એને દૂર કરવો મુશ્કેલ થઈ જાય છે. વળી, બાળક માતાના દૂધ પર જ ઉછરતું હોવાથી માતાના આહારમાં ખાસ કાળજી લેવી જરૂરી છે.

બત્રીસુ શું છે ?
પ્રસૂતા માટે આપણે ત્યાં ઘરની વડીલ સ્ત્રીઓ ખાસ પ્રકારનો ‘પાક’ બનાવતી. આ ‘પાક’ એ જ બત્રીસુ. આ લાડુંમાં વપરાતી ઔષધીઓ પ્રસૂતાના અને બાળકના સ્વાસ્થ્ય ખૂબ જ મદદરૂપ થતી હોય છે.

બત્રીસુ ખાવાના ફાયદા :
● ગર્ભાવસ્થા દરમિયાન ગર્ભસ્થશિશુનું પોષણ થતા ગર્ભાશયનું પ્રસારણ થાય છે અને પ્રસુતિ પછી ગર્ભાશયનું સંકોચન થાય છે. આ પ્રસારણ અને સંકોચનના કારણે ખાલી જગ્યામાં વાયુનો ભરાવો થાય છે. આને કારણે સ્ત્રીને વાયુના દુખાવા થાય છે જેના કારણે સ્ત્રીને લાંબો સમય એનાથી પીડાવું પડે છે. આ લાડુમાં એવી ઔષધિઓનો ઉપયોગ થાય છે જે વાયુનું શમન કરે છે. એટલે શરીરમાં વાયુનું બેલેન્સ થાય છે.
● ચયા-પચયની પ્રક્રિયાને (metabolism) ફરીથી જીવંત કરવામાં મદદરૂપ થાય છે.
● પેટના ભાગની ચામડી ઢીલી પડી ગઈ હોય તે નોર્મલ થાય છે.
● લોહીને શુદ્ધ કરે છે.
● ગર્ભાવસ્થા દરમિયાન શરીરમાં લોહીનું પરિભ્રમણ વધારે પ્રમાણમાં થાય છે તેના કારણે કિડનીને વધારે પ્રમાણમાં કામ કરવું પડે છે. આ વસાણામાં કિડનીને સાફ કરીને તેને પુનઃ જીવનદાન આપનારી સંજીવનીનો ઉપયોગ કરવામાં આવ્યો હોય છે.
● પ્રસૂતિ પછી બાળકનું પોષણ માતાના દૂધ દ્વારા થાય છે. આ સમયે બાળકને જરૂરી એવા વિટામીન્સ, મિનરલ્સ અને ખનીજક્ષારો આ ઔષધિઓ દ્વારા પૂરતા પ્રમાણમા મળી રહે છે.
● માતાને દૂધ પણ પૂરતાં પ્રમાણમા આવવામાં મદદરૂપ થાય છે.
● પ્રસૂતિ સમયે યોનિમાં ઘણા ફેરફારો થાય છે. આવા નાજુક અવયવને પોતાની મૂળ સ્થિતિમાં લાવીને સેક્સ લાઈફને નોર્મલ બનાવવામાં મદદરૂપ થાય છે.

આ લાડુંના ઉપયોગ અંગે…
● આ બત્રીસુ લાડુ પ્રસૂતા સ્ત્રી બાળકને સ્તનપાન કરાવતી હોય ત્યાં સુધી દરરોજ 1-2 લાડુનું સેવન કરી શકે છે.
● આમ તો આ લાડુંનું સેવન દરેક વ્યક્તિ માટે સ્વસ્થયવર્ધક છે. ખાસ કરીને વાયુ પ્રકૃતિની વ્યક્તિને વિશેષ ઉપયોગી છે.

આ લાડુમાં શું શું છે ?
ઓર્ગેનિક ઘઉંનો કરકરો લોટ, કેમિકલ વિનાનો દેશી ગોળ, દેશી ગાયનું વલોણાનું ઘી, બદામ, કાજુ, ગુંદ, સૂંઠ, પીપરમૂળ સહિત અન્ય બત્રીસ ઔષધિઓ…

અમે શા માટે આ લાડું બનાવીએ છીએ :
આમ તો આ લાડું ઘરે પણ બની જ શકે છે. પણ, ઘણી વાર બધી જ ઔષધીઓ ના મળવાના કારણે જે હાજર હોય એનાથી કામ ચલાવી લેવામાં આવે છે. અને એમાં જરૂરી સામંગ્રી લોટ, ગોળ અને દેશી ગાયનું ઘી આ બધુ શુદ્ધ અને ઓર્ગેનિક શોધવું પણ અઘરું થતું હોય છે. અને આજની વ્યસ્ત જીવનશૈલીના કારણે ક્યારેક આવો સમય પણ નથી મળતો.

આથી અમે વિચાર્યું કે આપણે આ બધી સાંમગ્રી ભેગી કરીએ અને શુદ્ધ અને ઔષધીઓથી ભરપૂર એવાં લાડું બનાવીએ જેથી ઘણી બધી માતાઓ અને બાળકોને આનો લાભ મળે.

આ લાડું અમે સવારના સમયમાં ભક્તિમય વાતાવરણમાં બનાવીએ છીએ. કહેવાય છે ને કે રસોયમાં સ્વાદ ફક્ત મસાલાનો નથી હોતો. એમાં ભાવ ભળે તો જ એના સ્વાદમાં સોડમ અને તૃપ્તિ અનુભવાય છે. અમે આ બાબતનું ખાસ ધ્યાન રાખીએ છીએ. આ બનાવતી વખતે અમારા મનમાં માતાઓ અને બાળકોના સ્વસ્થ જીવન માટેનો પ્રાર્થનાભર્યો ભાવ હોય છે. કારણકે આખરે આ લાડુંનો હેતુ જ એ છે કે માતા અને બાળકને ઉત્તમ સ્વાસ્થ્ય પ્રાપ્ત થાય.

બત્રીસુ લાડું નિર્માતા : દીક્ષિતા કૌશિક શેઠ
કિંમત અને વજન
₹900/- (725gm)
₹1800/- (1500gm / 1.5kg)

Additional information

Weight

,

Manufacturer

Dixita Kaushik sheth

Be the first to review “Batrisu Ladu Katalu”

Your email address will not be published.

Reviews

There are no reviews yet.

Main Menu

batrisu laadu

Batrisu Ladu Katalu

900.001,800.00

Add to Cart