No products in the cart.
Cough Relief Ball – Home Made
₹330.00₹350.00 (-6% off)
કફ, શરદી, ઉધરસ, તાવ, અશક્તિ, એલર્જી વગેરેમાં અક્સીર પરિણામ આપે છે.
100% શુદ્ધ અને આયુર્વેદિક
100% Home Made
Frequently Bought Together
- This item: Cough Relief Ball - Home Made(₹330.00
₹350.00(-6% off)) - Vatta_Shamak + Pitta_Shamak / વાત્ત_શામક + પિત્ત_શામક મુખાવસ / COMBO OFFER(₹499.00
₹600.00)
કફ રિલીફ બોલ
વાત્ત, પિત્ત અને કફ, આ ત્રિદોષ સંતુલનમાં રહે છે ત્યારે શરીર તંદુરસ્ત રહે છે. સંતુલન વિખાય ત્યારે સ્વાસ્થ્ય પણ બગડે છે. ઠંડી અને ભેજવાળી હવામાં કફનો પ્રકોપ વધતો હોય છે. શરીરમાં કફ વધવાથી શ્વાસ લેવાની તકલીફથી લઈને બેચેની, એલર્જી, નાકમાંથી પાણી પડ્યા કરવું, ઉધરસ, તાવ, પાચન બરાબર ન થવું વગેરે જેવા લક્ષણો દેખાય છે. વધુ લાંબો સમય કફ પ્રકોપ રહેવાથી મોટા રોગો થવાની પણ સંભાવના વધી જાય છે. આથી કફને નિયંત્રણમાં રાખવો ખુબ જરૂરી છે.
આ કફ બોલ આપણને ઘણી રીતે હેલ્પફુલ છે. આમાં જે ઔષધિઓનો ઉપયોગ થયો છે એ કફને બેલેન્સમાં લાવનારા ગુણ ધરાવે છે.
ફાયદા
– વારંવાર થતી શરદીથી છુટકારો આપે.
– ધૂળ, ધુમાડો કે એવી બીજી કોઈ વસ્તુની એલર્જીમાં રાહત આપે.
– વર્ષો જૂનો કફ દૂર કરે
– ભૂખ ઉઘાડે છે.
– ફેફસા મજબૂત કરે
– પાચનશક્તિ સુધારે
– રોગપ્રતિકારક શક્તિ વધારે
ઉપયોગમાં લેવાયેલ ઔષધિઓ
ગોળ, સૂંઠ, હળદર, જેઠીમધ, અરડૂસી, સિતોપલાદિ, પિપિલીમૂલ, મરી અને તજ પાઉડર, ગાયનું ઘી
ઉપયોગ વિષે…
– દરરોજ સવારે નરણાકોઠે 1-2 ગોળીનું સેવન કરવાનું છે. સેવન પહેલાની અને પછીની 10 મિનિટ સુધી કશું જ ખાવા-પીવાનું નથી.
– કફ, શરદી, ઉધરસ, તાવ, અશક્તિ વધુ હોય તો સવાર અને સાંજ સેવન કરી શકાય.
– ઠંડા અને ભેજવાળા વાતાવરણમાં કફ અને તાવથી બચવા માટે પણ આનું સેવન કરી શકાય.
– મોંમાં મૂકી થોડોક સમય ચગળવાથી વધુ ફાયદારૂપ નીવડશે.
– પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકોએ અને પ્રેગ્નન્ટ સ્ત્રીએ આ કફબોલનું સેવન ન કરવું જોઈએ.
ક્યાં અને કઈ રીતે બને છે?
ડૉ. અમી વેકરીયા દ્વારા માધવપુર (ઘેડ)માં આ બનવવામાં આવે છે. આ બનાવવા માટે જે ઔષધિઓ ઉપયોગમાં લેવાય છે એની શુદ્ધતાની પુરી ખાતરી કરવામાં આવે છે. બજારમાં મળતા રેડીમેડ પાવડરનો ઉપયોગ નથી થતો. દરેક વસ્તુ મૂળ સ્વરૂપમાં લઈ, એને દળીને પછી આ તૈયાર કરવામાં આવે છે.
Reviews
There are no reviews yet.