fbpx

Garbhotsav Combo / ગર્ભોત્સવ કોમ્બો / 3 + 1 પુસ્તક

1,100.001,334.00 (-18%)

In stock

● પ્રેગ્નન્સી પ્લાનિંગથી લઈને ડ્યુરિંગ પ્રેગ્નન્સી અને બાળક ત્રણ વર્ષનું થાય ત્યાં સુધી હેલ્પફુલ થશે.
● 1,50,000 લાખથી વધુ દંપતીએ આનો લાભ લીધો છે. 

Compare
Categories: , , , , ,

ગર્ભસંસ્કાર – જેવું વાવીશું એવું લણીશું

|| ચાલો, ગર્ભાવસ્થાને ઉત્સવ બનાવીએ… ||
પ્રેગ્નન્સી પ્લાનિંગથી લઈને થ્રુ આઉટ Pregnancy અને બાળકના જન્મ બાદના શરૂઆતના 3-4 વર્ષો સુધીના સમયમાં ઘણાએ સવાલો અને મૂંઝવણો હોય છે. ક્યારે Planning કરવું જોઈએ? કેવી રીતે શરૂઆત કરવી? ક્યાં મહિને આહાર-વિહારમાં શું શું કાળજી લેવી? નાની – મોટી માનશિક અને શારીરિક તકલીફોનું નિરાકરણ કઈ રીતે કરવું? ગર્ભમાં જ બાળકના ઉત્તમ વિકાસ માટે શું શું કરી શકાય? ડિલિવરી(Delivery) સમયે શું શું તૈયારી કરવી? બાળકના જન્મ બાદ એની કાળજી અને એને થતી બીમારીઓનું સોલ્યુશન કઈ રીતે કરવું? વગેરે બાબતોના જવાબો અને નિરાકરણ શોધવા માટે આપણે અલગ અલગ રસ્તાઓ પણ અપનાવીએ છીએ. ગૂગલ કરીશું, કોઈ વડીલને પૂછીશું, ડોક્ટરને પૂછીશું અને ક્યારેક તો જાતે જ કંઈક માની લેશું. ક્યારેક જવાબ જ નથી મળતો અથવા મળે છે તો એક જ સવાલના એકથી વધુ જવાબો મળતા વધુ મૂંઝાય જવાય છે.
આ સમયે જરૂર હોય છે એક એવાં સોર્સની જે ઓથેંટિક તો હોય જ, સાથે સાથે અનુભવસિદ્ધ પણ હોય. એ સોર્સ એટલે આ ગર્ભસંસ્કાર – જેવું વાવીશું એવું લણીશું પુસ્તક.
આ પુસ્તક તમારા માટે એક ઉત્તમ પરામર્શક એટલે કે ડોક્ટર, વાહલસોઈ માતા અને મિત્રની ભૂમિકા ભજવી શકે છે. આવું એટલે કહી શકાય કારણ કે આ પુસ્તકનાં લેખક દંપતી આ વિષયના નિષ્ણાંત હોવા ઉપરાંત અનુભવી પણ છે. આ પુસ્તકમાં લખાયેલ વાતોનો પોતાના જીવનમાં પ્રયોગ કરેલ છે, આથી એ વાતો તમને પણ ખૂબ જ ઉપયોગી અને સચોટ માર્ગદર્શન આપી શકે છે. .
આ પુસ્તકમાં ઉત્તમ સંતાન પ્રાપ્તિ માટે આપણાં પ્રાચીન ઋષિમુનિઓ દ્વારા સંપાદિત થયેલ, વડવાઓ દ્વારા પેઢી દર પેઢી અનુભવના નિચોડ રૂપે સચવાયેલ અને આજના આધુનિક વિજ્ઞાનના પ્રયોગો દ્વારા વધુ સમૃધ્ધ થયેલ જ્ઞાનને મૂકવાનો પ્રયાશ થયો છે. .
|| આ પુસ્તકમાં નીચેના સવાલોનું નિરાકરણ મળે છે… ||
● શું તમે ઈચ્છો છો કે તમારું આવનારું બાળક તંદુરસ્ત, બુદ્ધિશાળી અને પ્રેમાળ હોય?
● પ્રેગ્નન્સી વિશેના જાત-જાતના મીથથી (અંધશ્રદ્ધા અને ગેરમાન્યતાથી) તમે પરેશાન અને કન્ફ્યુઝ છો?
● શું તમારા આનુવંશિક રોગોને બાળકમાં આવતા અટકાવવા ઈચ્છો છો?
● શું તમે બિનજરૂરી ખર્ચથી બચવા ઈચ્છો છો?
● શું તમે પ્રેગ્નન્સીને બોજારૂપ ન બનવા દઈને એક મહા-ઉત્સવ રૂપે માણવા ઈચ્છો છો?
● પ્રેગ્નન્સી પ્લાનિંગ કઈ રીતે કરવું, ક્યારે કરવું, ઉત્તમ આત્માને આહવાન કઈ રીતે કરવું વગેરે બાબતો વિશે જાણવું છે?
● ગર્ભાવસ્થાના ક્યાં મહિને શું ખાવું અને શું ના ખાવું, ક્યાં આસનો કરવા અને કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું વગેરે બાબતે સચોટ અને સંપૂર્ણ માર્ગદર્શન શોધી રહ્યા છો?
● ગર્ભાવસ્થા દરમિયાન થતી વિવિધ શારીરિક અને માનસિક તકલીફોની સમજણ અને એનું નિરાકરણ ઈચ્છો છો?
● પ્રસુતિ બાદ માતાની સંભાળ કઈ રીતે લેવી જોઈએ, એને ભોજનમાં શું લેવું જોઈએ એ બાબતે જાણવું છે?
● બાળકના જન્મ બાદ એની કેર કઈ રીતે કરવી જેથી એનો ઉત્તમ વિકાસ અને ઘડતર થાય એ બાબતે તમે ચિંતિત છો?
આ બધા સવાલોના જવાબો છે આ પુસ્તકમાં…
.

મમ્મીપીડીયા – Activities For Pregnant Couples

|| આ પુસ્તક કઈ રીતે મદદરૂપ થશે? ||

● નવરું મન નખ્ખોદ વાળે, અને પ્રવૃત મન મજાનું સર્જન કરે. આ તો તમે જાણો જ છો ને. પ્રેગ્નન્સીમાં કામ ઓછું હોય. નવરાશ વધુ હોય. આ સમયનો જો સદુપયોગ ન થાય તો સમય વેસ્ટ જશે અને મન ન કરવાના વિચારો અને પ્રવૃત્તિ કરશે. એના બદલે આ એક્ટિવિટી કરશો તો સમય સર્જનાત્મક પસાર થશે.

● પ્રેગ્નન્સી દરમિયાન હોર્મોનલ ચેન્જીસના કારણે મૂડ સ્વિંગ થયા કરે છે. સ્ટ્રેસ લેવલ વધે છે. આ એક્ટિવિટી એમાં ઘટાડો કરવા મદદરૂપ થશે.

● આ એક્ટિવિટી લેફ્ટ અને રાઈટ બ્રેઈન એમ બન્નેને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે. આથી બાળકનું લોજિકલ અને આર્ટ બન્ને માઈન્ડ ડેવલોપ થશે.

● કંઈક નવું કરો છો ત્યારે શરૂઆતમાં અઘરું લાગે છે. પણ એ અઘરું જો તમે કરી લીધું તો એ તમારો કોન્ફિડન્સ વધારશે. અહીં એક્ટિવિટી આપેલી છે એ અઘરી લાગે તો પણ કરશો. કારણ કે એ તમારા અને બાળકમાં આત્મવિશ્વાસના બીજ રોપશે.

● એવું ઘણું છે જે ઘટે છે પણ એને નરી આંખે જોઈ નથી શકાતું. ગર્ભવસ્થાના નવ મહિના એવા જ વિસ્મયી સર્જનના છે. તમે જે કઈ કરો છો એની અસર ગર્ભસ્થ શિશુ પાર થાય છે. અહીં આપેલી સર્જનાત્મક પ્રવૃત્તિઓ તમે કરશો ત્યારથી લઈને વર્ષો પછી બાળકના જીવનમાં આવેલ સાકરાત્મક પરિણામને કદાચ જોડી નહિ શકાય, પણ એટલો વિશ્વાસ જરૂર રાખશો કે તમે આજે જે કરો છો એ બાળકનું ભવિષ્ય નિર્માણ કરે છે.

● બાળક પાંચ વર્ષનું થઈને સ્કૂલમાં જતું થાય ત્યારથી એનું શિક્ષણ શરુ થાય છે એવું ઘણા માનતા હોય છે. ખરેખર તો બાળક ગર્ભમાં હોય ત્યારથી જ એના ખરા શિક્ષણની શરૂઆત થઇ જાય છે. આ પુસ્તક તમારા હાથમાં છે એનો મતલબ તમે અત્યારથી જ એને ઉત્તમ શિક્ષણ આપવા તરફ પ્રવૃત છો અને એ ખુબ સારી વાત છે.

|| આ પુસ્તકમાં શું છે? ||
આ પુસ્તકમાં કુલ દસ પ્રકરણો છે. પહેલાં નવ પ્રકરણ પ્રેગ્નેટ માતા માટે છે. જેમાં દર મહિને કરવા જેવી એક્ટિવિટી છે. આ એક્ટિવિટીમાં પઝલ્સ, કોયડા, મેઝ, વર્ડ સર્ચ, ઉખાણાં, હાલરડાં, ટાસ્ક વગેરેનો સમાવેશ થાય છે. છેલ્લું પ્રકરણ પિતા માટે છે.

ડૉ. અમી વેકરીયા એ આ પુસ્તકમાં પોતાની પ્રેગ્નન્સીના અનુભવો અને આ વિષયના ઊંડા અભ્યાસના આધારે તૈયાર કરેલ છે. અમને આશા છે કે આ પુસ્તક માતા-પિતા બનવા જઈ રહેલ દરેક કપલ્સને અને એમના થકી અવતરી રહેલ દરેક બાળકને ખુબ લાભદાયી નીવડશે.

 

ગર્ભસંવાદ – લેખક : ડૉ. હાર્દિક નિકુંજ યાજ્ઞિક

ઉત્ક્રાંતિના સિદ્ધાંત મુજબ આજે આપણે જે મગજ ધરાવીએ છીએ એ લાખો વર્ષોની પ્રક્રિયા બાદ તૈયાર થયું છે. આ વિકાસક્રમ નોંધી ન શકાય એટલી ધીમી ગતિએ થઈ રહ્યો હતો. પણ આજે વિજ્ઞાનિકોના અભ્યાસ અને પ્રયોગો થકી સાબિત થયું છે કે છેલ્લા અમુક વર્ષોમાં માણસના મગજની ઉત્ક્રાંતિનો વેગ ખૂબ ઝડપથી વધ્યો છે. આ મગજના વિકાસનો સૌથી મહત્વનો સમય ગર્ભાવસ્થા હોય છે. આ સમય દરમિયાન જે ગતિથી વિકાસ થાય છે એ ગતિ અને ત્વરા પુરા જીવન દરમિયાન ક્યારેય નથી આવતી. ગર્ભાધાન બાદના ચાર સપ્તાહમાં બાળકના શરીરમાં જ્ઞાનતંતુના કોષોનું ઉત્પાદન શરૂ થઈ જાય છે. દરેક મિનિટે પાંચ લાખ જેટલા ન્યુરોન્સ પેદા થાય છે.

ન્યુરોન એટલે જ્ઞાનતંતુનો કોષ અને દરેક ક્ષણે એવા પાંચ લાખ કોષોનું ઉત્પાદન થાય છે. કલ્પના તો કરો કે કેવી તીવ્ર ગતિએ અને કેટલા વિશાળ પ્રમાણમાં આ સર્જનપ્રક્રિયા ચાલી રહી છે. અમુક માસ પછી જ્યારે મગજ આકાર પામે છે ત્યારે અમુક કરોડો ન્યુરોન્સ મગજમાં ગોઠવાય છે. અને જન્મના ૧૨-૧૩ સપ્તાહ પહેલા મગજમાં ન્યુરોન્સનું જે પ્રમાણ હોય છે એ પુખ્ત વયની વ્યક્તિમાં પણ નથી હોતું. ટૂંકમાં એ સમય દરમિયાન મગજમાં ન્યુરોન્સની માત્રા મહત્તમ હોય છે. આવું કેમ? અને આટલા બધા ન્યુરોન્સની હાજરીનું કારણ શું? પછી એની માત્રા કેમ ઘટી જાય છે? હજુ કોઈ ચોક્સ કારણ નથી શોધાયું પરંતુ તાર્કિક કારણ એવું અપાય છે કે ઉત્ક્રાંતિના નિયમ મુજબ જે બળવાન છે એ જીવે છે. આ બધા ન્યુરોન્સ વચ્ચે એક યુદ્ધ જેવો માહોલ જામે છે અને પછી એમાં જે મજબૂત છે એ ટકી જાય છે અને નબળાનો નાશ થાય છે.

આ પુસ્તકમાં પ્રેગ્નન્સીના 39 અઠવાડિયા માટે અલગ અલગ વિષય પરના સંવાદ આપ્યા છે. જે બાળકને ગર્ભમાં જ વિશિષ્ટ જ્ઞાનથી પરિચય કરાવશે.

Average Rating

5.00

11
( 11 Reviews )
5 Star
100%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%
Add a review

Your email address will not be published. Required fields are marked *

11 Reviews For This Product

  1. 11

    by Chetan Sangani

    Very helpful

  2. 11

    by Rucha Pandit

    A lovely set of books and quite an attractive offer. Me and my husband are enjoying the books together, this learning process seems like a celebration now.

  3. 11

    by Jay Solanki

    We heard about this book from a friend and ordered online. Quite fast delivery with attractive offer.

    The set of books cover very insightful material. We are both reading and enjoying the books together.

  4. 11

    by Shikha patel

    Very nice …🙂🤩

  5. 11

    by Shikha patel

    Very nice ..

  6. 11

    by Ami vekaria

    Very nice set of books

  7. 11

    by J J

    Good combo… Informative 👌👌

  8. 11

    by Hamirbhai Lakhnotra

    Good…

  9. 11

    by aahish gal

    right

  10. 11

    by Manubha

    Nice

  11. 11

    by Denisha

    Super 😍😍

Main Menu

Garbhotsav Combo / ગર્ભોત્સવ કોમ્બો / 3 + 1 પુસ્તક

1,100.001,334.00 (-18%)

Add to Cart