fbpx

GarbhSanskar – Jevu Vavishu Aevu lanishu / ગર્ભસંસ્કાર – જેવું વાવીશું એવું લણીશું

499.00555.00 (-10%)

In stock

ઇચ્છિત તથા ઉત્તમ સંતાન પ્રાપ્તિ માટેનું સચોટ અને સંપૂર્ણ માર્ગદર્શન આપતું ગુજરાતી ભાષાનું એકમાત્ર BEST SELLER પુસ્તક.

Compare
Categories: , , , , Tags: ,
|| ચાલો, ગર્ભાવસ્થાને ઉત્સવ બનાવીએ… ||
પ્રેગ્નન્સી પ્લાનિંગથી લઈને થ્રુ આઉટ Pregnancy અને બાળકના જન્મ બાદના શરૂઆતના 3-4 વર્ષો સુધીના સમયમાં ઘણાએ સવાલો અને મૂંઝવણો હોય છે. ક્યારે Planning કરવું જોઈએ? કેવી રીતે શરૂઆત કરવી? ક્યાં મહિને આહાર-વિહારમાં શું શું કાળજી લેવી? નાની – મોટી માનશિક અને શારીરિક તકલીફોનું નિરાકરણ કઈ રીતે કરવું? ગર્ભમાં જ બાળકના ઉત્તમ વિકાસ માટે શું શું કરી શકાય? ડિલિવરી(Delivery) સમયે શું શું તૈયારી કરવી? બાળકના જન્મ બાદ એની કાળજી અને એને થતી બીમારીઓનું સોલ્યુશન કઈ રીતે કરવું? વગેરે બાબતોના જવાબો અને નિરાકરણ શોધવા માટે આપણે અલગ અલગ રસ્તાઓ પણ અપનાવીએ છીએ. ગૂગલ કરીશું, કોઈ વડીલને પૂછીશું, ડોક્ટરને પૂછીશું અને ક્યારેક તો જાતે જ કંઈક માની લેશું. ક્યારેક જવાબ જ નથી મળતો અથવા મળે છે તો એક જ સવાલના એકથી વધુ જવાબો મળતા વધુ મૂંઝાય જવાય છે.
આ સમયે જરૂર હોય છે એક એવાં સોર્સની જે ઓથેંટિક તો હોય જ, સાથે સાથે અનુભવસિદ્ધ પણ હોય. એ સોર્સ એટલે આ ગર્ભસંસ્કાર – જેવું વાવીશું એવું લણીશું પુસ્તક.
આ પુસ્તક તમારા માટે એક ઉત્તમ પરામર્શક એટલે કે ડોક્ટર, વાહલસોઈ માતા અને મિત્રની ભૂમિકા ભજવી શકે છે. આવું એટલે કહી શકાય કારણ કે આ પુસ્તકનાં લેખક દંપતી આ વિષયના નિષ્ણાંત હોવા ઉપરાંત અનુભવી પણ છે. આ પુસ્તકમાં લખાયેલ વાતોનો પોતાના જીવનમાં પ્રયોગ કરેલ છે, આથી એ વાતો તમને પણ ખૂબ જ ઉપયોગી અને સચોટ માર્ગદર્શન આપી શકે છે. .
આ પુસ્તકમાં ઉત્તમ સંતાન પ્રાપ્તિ માટે આપણાં પ્રાચીન ઋષિમુનિઓ દ્વારા સંપાદિત થયેલ, વડવાઓ દ્વારા પેઢી દર પેઢી અનુભવના નિચોડ રૂપે સચવાયેલ અને આજના આધુનિક વિજ્ઞાનના પ્રયોગો દ્વારા વધુ સમૃધ્ધ થયેલ જ્ઞાનને મૂકવાનો પ્રયાશ થયો છે. .
|| આ પુસ્તકમાં નીચેના સવાલોનું નિરાકરણ મળે છે… ||
● શું તમે ઈચ્છો છો કે તમારું આવનારું બાળક તંદુરસ્ત, બુદ્ધિશાળી અને પ્રેમાળ હોય?
● પ્રેગ્નન્સી વિશેના જાત-જાતના મીથથી (અંધશ્રદ્ધા અને ગેરમાન્યતાથી) તમે પરેશાન અને કન્ફ્યુઝ છો?
● શું તમારા આનુવંશિક રોગોને બાળકમાં આવતા અટકાવવા ઈચ્છો છો?
● શું તમે બિનજરૂરી ખર્ચથી બચવા ઈચ્છો છો?
● શું તમે પ્રેગ્નન્સીને બોજારૂપ ન બનવા દઈને એક મહા-ઉત્સવ રૂપે માણવા ઈચ્છો છો?
● પ્રેગ્નન્સી પ્લાનિંગ કઈ રીતે કરવું, ક્યારે કરવું, ઉત્તમ આત્માને આહવાન કઈ રીતે કરવું વગેરે બાબતો વિશે જાણવું છે?
● ગર્ભાવસ્થાના ક્યાં મહિને શું ખાવું અને શું ના ખાવું, ક્યાં આસનો કરવા અને કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું વગેરે બાબતે સચોટ અને સંપૂર્ણ માર્ગદર્શન શોધી રહ્યા છો?
● ગર્ભાવસ્થા દરમિયાન થતી વિવિધ શારીરિક અને માનસિક તકલીફોની સમજણ અને એનું નિરાકરણ ઈચ્છો છો?
● પ્રસુતિ બાદ માતાની સંભાળ કઈ રીતે લેવી જોઈએ, એને ભોજનમાં શું લેવું જોઈએ એ બાબતે જાણવું છે?
● બાળકના જન્મ બાદ એની કેર કઈ રીતે કરવી જેથી એનો ઉત્તમ વિકાસ અને ઘડતર થાય એ બાબતે તમે ચિંતિત છો?
આ બધા સવાલોના જવાબો છે આ પુસ્તકમાં…
વાંચજો, વંચાવજો અને વહેંચજો… ચોક્કસ મદદરૂપ થશે.
આ પુસ્તક હવે અંગ્રેજી ભાષામાં પણ ઉપલબ્ધ છે.

Additional information

ISBN

978-93-85037-36-8

Publication

Yuti Publication

Size

7 X 9.5 Inch

Number Of Pages

168

Author

Dr. Devangi Jogal & Nilesh Jogal

language

Gujarati

Average Rating

4.60

05
( 8 Reviews )
5 Star
80%
4 Star
0%
3 Star
20%
2 Star
0%
1 Star
0%
Add a review

Your email address will not be published. Required fields are marked *

8 Reviews For This Product

 1. by Brinda yadav

  Good book

 2. by Payal patel

  Good

 3. by Hiren Rajeshbhai Parmar

  Parmar Hirenkumar Rajeshbhai
  A/2 102 Mapal Apartment, bhind HDFC bank, near Sales India
  Sahkarjin Road
  Himmatnagar

 4. 05

  by Swati (verified owner)

  Very useful this book i am happy with books and service ☺️

 5. 05

  by Minesh bharvad (verified owner)

  Good

 6. 05

  by Hardik lakhani

  Mare balak nu avta new year ma planing karvanu che

 7. 05

  by Hardik lakhani

  Su tamare jevu joytu hoy tevu balak avi shake??

 8. 05

  by Ankita P Leanwala

  Can you guide me how shall I get the English version of the book Garbhsanskar….

Main Menu

garbhsanskar

GarbhSanskar - Jevu Vavishu Aevu lanishu / ગર્ભસંસ્કાર - જેવું વાવીશું એવું લણીશું

499.00555.00 (-10%)

Add to Cart