fbpx

Jivan Rasayan Chyavanprash

425.00800.00

આ વર્ષે કોવિડ-19 સંક્રમણના કારણે ભારત વર્ષના મહાન ચિકિત્સક એવા ચ્યવન ઋષિએ લોકોનાં સ્વાસ્થ્ય સુખાકારી માટે ઉત્તમ ઔષધિ યુક્ત તરીકે આપેલ Chyavanprash બોલબાલા દેશ વિદેશમાં ખૂબ લોકપ્રિય બની છે.

Clear

#શુદ્ધસાત્વિકચ્યવનપ્રાશ
#દીક્ષિતા_શેઠ

▪️દિક્ષિતાબહેનને આધ્યાત્મિક જ્ઞાન અને જીવન પ્રત્યે લગાવ હોવાથી નર્મદા કિનારે છેલ્લા વીસ વર્ષથી એમના પરિવાર સાથે રહે છે.
આયુર્વેદ અને નેચરોપેથીમાં ઊંડો રસ અને અભ્યાસ પણ ખૂબ ધરાવે છે. બારેક વિંઘામાં ઘરઆંગણે સરસ વનૌષધિ તથા ફુલોનો બગીચો પણ તૈયાર કર્યો છે. આમ તો એમને એકાંત જીવન પ્રિય હોવાથી કોલાહલ ભર્યા વાતાવરણ અને રોજીંદા સંપર્કથી દૂર રહે છે પણ એમને જે સગા સ્નેહીઓ અને મિત્ર મંડળને એમની રસોઈકળામાં નિપુણતા અંગેની જાણ હોવાથી મલ્ટીવિટામીન્સ સુખડી બનાવી આપવાનો આગ્રહ રાખ્યો તેમજ ગર્ભ સંસ્કાર અંગે ખાસ રૂચિ ધરાવતા Chetan Sangani ના ખાસ આગ્રહથી લેડીઝ માટે Delivery પછી ખાવા માટેના કાટલું લાડું, સરગવાની સિંગનો પાવડર, અને દર વર્ષે શિયાળામાં ચ્યવનપ્રાશ આવું ઘણું બધું એ પવિત્ર વાતાવરણમાં શુદ્ધ ભાવથી બનાવી આપે છે.

▪️આ વર્ષે કોવિડ-19 સંક્રમણના કારણે ભારત વર્ષના મહાન ચિકિત્સક એવા ચ્યવન ઋષિએ લોકોનાં સ્વાસ્થ્ય સુખાકારી માટે ઉત્તમ ઔષધિ યુક્ત તરીકે આપેલ Chyavanprash બોલબાલા દેશ વિદેશમાં ખૂબ લોકપ્રિય બની છે પરંતુ આપણે ત્યાં અને વિદેશમાં ચ્યવનપ્રાશની માંગ ઉઠી લગભગ માર્ચ મહિના પછી અને ત્યારે ઓલરેડી લીલાં આંબળાની સિઝન પૂરી થઈ ગયેલ. મલ્ટી નેશનલ કંપનીઓ આમ પણ બારેમાસ લીલાં આંબળા મળતા ન હોવાથી એમનો પાઉડર જ ઉપયોગમાં લે છે જ્યારે હકીકતમાં શુદ્ધ Chyavanprash લીલાં આંબળાનો પલ્પ કરીને કરવાનો ઉલ્લેખ છે અને સાથે સાથે ગુલાબનો ગુલકંદ પણ.
ગુલાબનો ગુલકંદ પણ ચૈત્ર મહિનામાં તૈયાર થયેલ સર્વોત્તમ માનવામાં આવે છે અને તે પણ દેશી ગુલાબના ફૂલોમાંથી બનાવેલ હોય તો…

▪️દિક્ષિતાબહેન સાથે વાત કરતા જે આપણને સામાન્ય બાબતે જે જાણકારી નથી હોતી તે જાણવા મળી. ચ્યવનપ્રાશ બનાવવા માટે લીલા આંબળા તો ખરા જ પણ એમાં પણ એમની પૂરી તકેદારી રહે છે કે ખરાબ થયેલા આંબળા કે ફુગ ચડી ગયેલા આંબળા એ ચ્યવનપ્રાશમાં ઉપયોગમાં લેતા જ નથી અને આ બધી તકેદારી બાદ એ આંબળાનો પલ્પ તૈયાર કરે છે.
દેશી ગુલાબના ફૂલોનો ગુલકંદ પણ એ એમની દેખરેખ નીચે જ ચૈત્ર માસમાં તૈયાર કરે છે. મેં આ કોરોના કાળમાં કંપનીઓ નિર્મિત ચ્યવનપ્રાશ લીધેલ છે અને તે મોંમાં મુકીએ એટલે ચવડ (ચાવવું પડે છે) લાગે છે અને દિક્ષિતાબહેન દ્વારા બનાવવામાં આવેલ ચ્યવનપ્રાશને મોંમાં મુક્યા ભેગું જ પાણી થઈ જાય છે.

▪️આ બધી પ્રવૃત્તિઓ થકી એમના એકાંત પ્રિય જીવનમાં બાધા ન પહોંચે એટલા માટે, શુદ્ધ અને સાત્વિક ભાવથી બનતી આ વસ્તુઓ ઘરે ઘરે પહોંચાડવાની જવાબદારી લીધી છે યુતિ પબ્લિકેશને. યુતિ પબ્લિકેશનનું મૂળ કામ તો સુંદર પુસ્તકો પ્રકશિત કરવાનું, અધ્યાત્મ, આરોગ્ય અને પ્રેરણાત્મક પુસ્તકો પ્રકાશિત કરનારી ગુજરાતની એક પ્રતિષ્ઠિત સંસ્થા. મનનો ખોરાક વહેંચતા વહેંચતા તનનો પણ ખોરાક લોકો સુધી પહોંચે તેવી નેમ.
જે પણ મિત્રોને દિક્ષિતાબહેનના હાથે બનાવેલી શુદ્ધ અને સાત્ત્વિક હોમ મેઇડ પ્રોડક્ટ મંગાવવાની હોય તે યુતિ પબ્લિકેશનના માલિક ચેતન સાંગાણીનો સંપર્ક કરે.
સંપર્ક નંબર : 9924880011

▪️ચ્યવનપ્રાશ વિશે આમ તો હું લખવા અસમર્થ છું પણ તમને સૌને શક્ય એટલી માહિતી મળી રહે એ અભ્યર્થના 🙏

– રોહિત ડોબરીયા (surat)

Additional information

Weight

,

Average Rating

5.00

03
( 3 Reviews )
5 Star
100%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%
Add a review

Your email address will not be published. Required fields are marked *

3 Reviews For This Product

 1. 03

  by YAKIN SHARMA (verified owner)

  શુદ્ધસાત્વિકચ્યવનપ્રાશ નો અત્યારે ઓર્ડર કર્યો છે એ માટે મારા પ્રશ્ન છે કે …. કેટલા વર્ષ ના બાળક સુધી આપી શકાય?અને આમાં ખાંડ આવે છે કે ગોળ? શું ડાયાબિટીસ ના દર્દી ને આ આપી શકાય?

 2. 03

  by Dhiren Patel

  I am very much impressed for your product information. I want to buy Gulkand so lete know when it will be available?

 3. 03

  by Bhujbaldan Gadhavi

  Very good

Main Menu

Jivan Rasayan Chyavanprash

425.00800.00

Add to Cart