No products in the cart.
Jivannu Upvan _ જીવનનું ઉપવન
₹125.00
એક લબર મૂછીયો છોકરો... જેણે ગ્રેજ્યુએટ થવાનુ બાકી હતુ અને જીંદગીની કોલેજમાં ભણવાનો કેડો કંડાર્યો. થાત અને આત્મઘાતની વચ્ચેના મનના તાર બાંધવાનો સંકલ્પ સેવ્યો. કલમ શબ્દ જેના માટે કાના-માત૨વગરની નથી અને કલમમાંથી જીવનનો કાનો અને માતર બંને શોધવાનો સન્નિષ્ઠ પ્રયાસ ધરાવ્યો છે. જીવનનુ મૂલ્ય, જીવનનુ સંગીત, જીવનનું અંતરંગપણુ ખુબ જ ખોબા જેવડી ઉંમરે સમજવાનુ ધાયું છે તેવો છલોછલ છોકરો, કવિતાઓ, શેરો-શાયરી અને ગૌત-ગઝલમાં પણ ડોક્યુ કર્યાં કરે. વહેતા ઝરણાની જેમ અવિત લખ્યા કરે. જે લખાય તે મઢાય અને જે મઢાય તે સ્વિકારાય એવુ મારું માનવું છે. “જીવન ઉપવન” એ માત્ર શિર્ષક નથી પરંતુ પ્રતિક જે રીતે જીવનનાં ઉગેલા પ્રભાતમા ઉઘડેલા રંગોને માણે છે. તેવાજ રંગોની પીંછીઓ ભરીને આ તેના બીજા સર્જનને સજાવે છે. સિદ્ધ હસ્ત લેખક હોવુ અને પ્રીય લેખક બનવું એ બન્ને મા ઘણી ભિન્નતા છે. પ્રતિક એક ઉઘડતી બારીમાંથી આવતી સવારની લહેરો જેવો ઠંડો અને આણ્ણાદાયક શિલ્પકાર છે. પ્રસ્તુત પુસ્તકનો શિર્ષક સાથેમને જોડાવાનો આનંદ છે. પ્રતિકને હળવાશ જ ગમે છે. એને જણીની ગંભીરતા પસંદ નથી તેથી મારી પણ વાચક વર્ગને વિનંતી છે કે પ્રતિકને ભાષાના કળીયામાં બાંધેલી વ્યાકરણની વાછરડી સમજીને નહીં તેડતા. અતિ ભાવના બ્રહ્માંડમાં ઊગેલા પુનમના ચંદાની પરિસ્થીતીમા બાંધેલી બક૨ી તરીકે માણજો.. જીવનનો સ્વાદ એ સાહિત્યનો આસ્વાદ છે. ઉગતો લેખક હંમેશા સ્વજનો અને વાચકોનો પ્રેમાધ્ય” સુખે છે... પ્રતિક ખુબ જ હકા૨નો ઓડકાર ધરાવે છે. આ જીવન ઉપવનમાં ખીલેલા પુષ્પને સૌ અવશ્ય સ્વિકારશે જ એમા શંકાને કોઇ સ્થાન નથી. પરિચય માત્ર ઓળખ છે, તેથી ઔપચારીક નથી આપ્યો પ્રતિકનુ લખેલ વાંચો એજ એનો સાચો પરિચય છે.
Reviews
There are no reviews yet.