No products in the cart.
Kagalni kunjgalima
₹175.00
આ પુસ્તકનું એડવાન્સ બુકીંગ ચાલી રહ્યું છે. 21 જૂનના રોજ પ્રકાશિત થશે.
એડવાન્સ બુકીંગ કરનારને શિપિંગ ફ્રી રહેશે.
કુંપળ ફૂંટી કાગળમાં લખવું એટલે કાગળની કુંજગલીમાં કૃષ્ણ બનીને ખીલવું. આપણે કૃષ્ણ નહીં, પણ માણસ બનીને ખીલી ઊઠીએ તોય ઘણું! હું માણસ છું અને માનવવૃત્તિથી મુક્ત નથી. આ પુસ્તક મારી વેદનાનું વનરાવન નથી, પણ મારી અનુભૂતિનું આનંદવન છે.
ક્યાંક કપાયેલું વૃક્ષ જોયું અને ઊગી નીકળ્યો, ક્યાંક એક્વેરિયમમાં કેદ થયેલી માછલીને મળ્યો અને માછલીના મૌનને સાંભળવા લાગ્યો, ક્યાંક પસ્તીમાં બેઠેલા પુસ્તકે લિફ્ટ માંગી અને વિચારવંત પુસ્તકને તેડી લીધું, ક્યાંક માતાના ગર્ભમાંથી બે – ત્રણ દીકરીને ડિલિટ કરીને જન્મેલા દીકરાને મળ્યો અને ઋજુતાનું વનરાવન રણઝણી ઊઠ્યું, ક્યાંક નમેલી ભીંત નજરે પડી અને કાગળમાં ઢળી પડ્યો, ક્યાંક દીકરા ક્રિશિવને રમકડાં સાથે સંવાદ કરતા જોયો અને રમકડું બનીને રણકી ઊઠ્યો, ક્યારેક વતનમાં બંધ પડેલા ઘરનું સ્મરણ થયું અને શિકારા લઈને ભીતરનો પ્રવાસ ખેડવા નીકળી પડ્યો.
માન્યવર, આ મારું વનરાવન છે, મારી અનુભૂતિમાંથી ઊગેલા વિચારોનું ઉપવન છે, ઋજુતા જગાવે તેવી વાતોનું વનરાવન છે. વટેમાર્ગુ બનીને ભૂલા પડેલા વાચકો આ પુસ્તકમાં માળો બાંધશે તો ગમશે!
by Jignesh Acharya
[email protected]
by Jignesh Acharya
Great
by Ashutosh
Awesome book.
by Ashutosh
ખૂબ સુંદર બુક