fbpx

MummyPedia – Activities For Pregnant Couples

399.00

In stock

Compare
Categories: , , ,

આ પુસ્તક કઈ રીતે મદદરૂપ થશે?

  • નવરું મન નખ્ખોદ વાળે, અને પ્રવૃત મન મજાનું સર્જન કરે. આ તો તમે જાણો જ છો ને. પ્રેગ્નન્સીમાં કામ ઓછું હોય. નવરાશ વધુ હોય. આ સમયનો જો સદુપયોગ ન થાય તો સમય વેસ્ટ જશે અને મન ન કરવાના વિચારો અને પ્રવૃત્તિ કરશે. એના બદલે આ એક્ટિવિટી કરશો તો સમય સર્જનાત્મક પસાર થશે.
  • પ્રેગ્નન્સી દરમિયાન હોર્મોનલ ચેન્જીસના કારણે મૂડ સ્વિંગ થયા કરે છે. સ્ટ્રેસ લેવલ વધે છે. આ એક્ટિવિટી એમાં ઘટાડો કરવા મદદરૂપ થશે.
  • આ એક્ટિવિટી લેફ્ટ અને રાઈટ બ્રેઈન એમ બન્નેને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે. આથી બાળકનું લોજિકલ અને આર્ટ બન્ને માઈન્ડ ડેવલોપ થશે.
  • કંઈક નવું કરો છો ત્યારે શરૂઆતમાં અઘરું લાગે છે. પણ એ અઘરું જો તમે કરી લીધું તો એ તમારો કોન્ફિડન્સ વધારશે. અહીં એક્ટિવિટી આપેલી છે એ અઘરી લાગે તો પણ કરશો. કારણ કે એ તમારા અને બાળકમાં આત્મવિશ્વાસના બીજ રોપશે.
  • એવું ઘણું છે જે ઘટે છે પણ એને નરી આંખે જોઈ નથી શકાતું. ગર્ભવસ્થાના નવ મહિના એવા જ વિસ્મયી સર્જનના છે. તમે જે કઈ કરો છો એની અસર ગર્ભસ્થ શિશુ પાર થાય છે. અહીં આપેલી સર્જનાત્મક પ્રવૃત્તિઓ તમે કરશો ત્યારથી લઈને વર્ષો પછી બાળકના જીવનમાં આવેલ સાકરાત્મક પરિણામને કદાચ જોડી નહિ શકાય, પણ એટલો વિશ્વાસ જરૂર રાખશો કે તમે આજે જે કરો છો એ બાળકનું ભવિષ્ય નિર્માણ કરે છે.
  • બાળક પાંચ વર્ષનું થઈને સ્કૂલમાં જતું થાય ત્યારથી એનું શિક્ષણ શરુ થાય છે એવું ઘણા માનતા હોય છે. ખરેખર તો બાળક ગર્ભમાં હોય ત્યારથી જ એના ખરા શિક્ષણની શરૂઆત થઇ જાય છે. આ પુસ્તક તમારા હાથમાં છે એનો મતલબ તમે અત્યારથી જ એને ઉત્તમ શિક્ષણ આપવા તરફ પ્રવૃત છો અને એ ખુબ સારી વાત છે.

આ પુસ્તકમાં શું છે?
આ પુસ્તકમાં કુલ દસ પ્રકરણો છે. પહેલાં નવ પ્રકરણ પ્રેગ્નેટ માતા માટે છે. જેમાં દર મહિને કરવા જેવી એક્ટિવિટી છે. આ એક્ટિવિટીમાં પઝલ્સ, કોયડા, મેઝ, વર્ડ સર્ચ, ઉખાણાં, હાલરડાં, ટાસ્ક વગેરેનો સમાવેશ થાય છે. છેલ્લું પ્રકરણ પિતા માટે છે.

ડૉ. અમી વેકરીયા એ આ પુસ્તકમાં પોતાની પ્રેગ્નન્સીના અનુભવો અને આ વિષયના ઊંડા અભ્યાસના આધારે તૈયાર કરેલ છે. અમને આશા છે કે આ પુસ્તક માતા-પિતા બનવા જઈ રહેલ દરેક કપલ્સને અને એમના થકી અવતરી રહેલ દરેક બાળકને ખુબ લાભદાયી નીવડશે.

Additional information

Publication

Yuti Publication

Number Of Pages

128

Author

Dr. Ami Vekariya

language

Gujarati

Be the first to review “MummyPedia – Activities For Pregnant Couples”

Your email address will not be published. Required fields are marked *

Reviews

There are no reviews yet.

Main Menu

Mummypedia

MummyPedia - Activities For Pregnant Couples

399.00

Add to Cart