No products in the cart.
Pahelu Sukh Te Jate Narya – પહેલું સુખ તે જાતે નર્યા – 4 books
₹399.00₹470.00 (-15%)
શું ખાવું શું ના ખાવું / લેખક : ડૉ. પ્રીતિ દવે
આજે દરેક ઘરમાં નાના મોટાં રોગો ઘૂસી ગયા છે. ડાયાબિટીસ, થાઈરોઈડ કે હૃદય સંબંધિત બીમારીઓથી લઈને કબજિયાત, પથરી, તાવ, શરદી તથા સાંધાના દુખાવા જેવા અનેક રોગો સામન્ય બની રહ્યા છે. વળી આ બધી તકલીફોમાં આપણે દવાઓ પર ખૂબ આધારિત થઈ ગયા છીએ.
આ પુસ્તક વિવિધ રોગોમાં દવાથી પણ વધુ અસર કરતાં આહાર - વિહારનું માર્ગદર્શન આપે છે. આથી આ પુસ્તક દરેક ઘરમાં હોવું જરૂરી છે.
ઘરગથ્થુ ઉપચાર / લેખક : ડો. ચંપક મોદી
શરીરમાં થતી નાની મોટી તકલીફોમાં દવા કે ઈલાજ માટે બહાર જવાની જરૂર જ ના પડે તો તમને કેવું લાગે? એનું સોલ્યુશન ઘરમાં જ છે અને હાથવગું જ છે એવું કહેવામાં આવે તો? મજા પડે ને!?
આ પુસ્તકમાં જે નાની નાની ટીપ્સ છે એ આપણું શરીર, સમય અને પૈસા ત્રણેય બચાવે છે.
મધ / લેખક : પ્રીતિ દવે
આજે કોઈ ઘર બાકી નહી હોય જ્યાં મધ ખવાતું ન હોય. મધનું ઉત્પાદન અને વપરાશ પહેલાંની સરખામણીએ ખૂબ વધ્યો છે. આ પુસ્તક મધની પસંદગીથી લઈને એનો ઉપયોગ ક્યારે કરવો, શેની સાથે લેવાય, એમાંથી શું શું વાનગીઓ બની શકે, મધના ઉપયોગમાં શું કાળજી લેવી વગેરે જેવી ઘણી બાબતોની માર્ગદર્શન આપે છે.
આહાર ચિકિત્સા / લેખક : સ્વામી અક્ષય
શું તમે કદી વિચાર્યું છે કે સવારથી રાત સુધીમાં આપણે શું, ક્યારે, કેટલું અને કેવું ખાઈએ પીએ છીએ? કયું ફૂડ આપણી પ્રકૃતિને અનુરૂપ છે અને કયું નથી એ કદી નોટિસ કર્યું છે? આહાર જ આપણી તંદુરસ્તી અને બીમારીનું કારણ છે એ જાણો છો?
આ પુસ્તક આહાર માત્રથી શરીરને બીમારીથી દૂર અને સ્વસ્થ રાખવાની ચાવી આપે છે.
Frequently Bought Together
- This item: Pahelu Sukh Te Jate Narya - પહેલું સુખ તે જાતે નર્યા - 4 books(₹399.00
₹470.00(-15%)) - davā Vina Ni Sāravāra _ દવા વિનાની સારવાર _ 3 + 1 Books(₹375.00
₹440.00)
પહેલું સુખ તે જાતે નર્યા
મેડિક્લેઈમ પોલિસી, ડોક્ટરનું પ્રિસ્ક્રિપ્શન કે હોસ્પિટલના બિલ સુધી ના પહોંચવું હોય અથવા પહોંચી ગયા હોઈએ તો ત્યાંથી પાછું ફરવું હોય તો આ પુસ્તકો મદદરૂપ બનશે.
આપણા સ્વાસ્થ્યની જવાબદારી આપણી પોતાની છે અને એ ત્યારે શક્ય છે જ્યારે એ વિશેનું યોગ્ય જ્ઞાન આપણી પાસે હોય. આજે માહિતીઓનો રાફડો ફાટેલો છે ત્યારે ઑથેન્ટિક માહિતી અને જ્ઞાન શોધવું થોડુંક મુશ્કેલ થઇ ગયું છે. આ પુસ્તકોનું સિલેક્શન એ વિશાલ જંગલમાંથી ચૂંટેલ થોડીક ઔષધિઓ છે જેની ઉપયોગીતા અને અસરો ખુબ સારી છે.
સ્વાસ્થ્ય એ વ્યક્તિગત બાબત છે જ, એથી પણ વિશેષ કૌટુંબિક બાબત છે. જે કુટુંબ અને ખાસ કરીને એ કુટુંબની સ્ત્રી જો આરોગ્યના નિયમો અંગે જાગૃત હશે, કાળજી લેનાર હશે તો એની સકારાત્મક અસરો આખા કુટુંબ પાર જોવા મળશે. આવા ઘણા કુટુંબો ભેગા થઈને એક સ્વસ્થ સમાજનું નિર્વાણ થતું હોય છે.
આ પુસ્તકો સ્વાસ્થ્યની દિશાનું એક પગથિયું છે. વાંચજો, કુટુંબના દરેક સભ્યોના હાથમાં પણ આ પુસ્તકો મુકજો. વહેલા મોડી એની સુંદર અસરો અનુભવશો.
વધુ વિગત માટે : 9924880011
Reviews
There are no reviews yet.