No products in the cart.
Frequently Bought Together
- This item: Ragi Box(₹500.00
₹540.00(-7% off)) - Drumstick Powder - સરગવાની સિંગનો પાવડર(₹400.00
₹450.00)
રાગીલિક્સ અને રાગી ચોકોની પસંદગી જ બતાવે છે કે તમે તમારા અને તમારા બાળકના ખોરાકની અને સ્વાસ્થ્યની કેટલી કાળજી લો છો. જે પોતાનો ખોરાક વિચારીને પસંદ કરે છે એને દવાની જરૂર નથી પડતી હોતી.
રાગીના ભરપૂર ફાયદા ફાયદા છે. ફક્ત સારી છે એવું નથી, ઉત્તમ સ્વાસ્થ્ય માટે શ્રેષ્ઠ છે. ‘રાગીલિક્સ’નું મુખ્ય ઘટક ‘રાગી’ – ફિંગર મીલેટ – ઈલ્યુસીના કોરકેન. આ આપણી પોતાની ભારતભૂમિનું અનાજ છે. પરંપરાગત રીતે બાળકો, સ્ત્રીઓ (ખાસ કરીને સગર્ભા અને સ્તનપાન કરાવતી સ્ત્રીઓ) તેમજ વૃધ્ધ અને નબળી વ્યકિતઓ માટે હજારો વર્ષોથી આ ધાન વપરાતું આવ્યું છે. દક્ષિણ ભારતમાં ‘રાગી’, સ્તનપાન પછી (૬ માસ પછી) બાળકોને અપાતા ‘પ્રથમ ધાન્ય’ તરીકે જાણીતું છે. ‘રાગી’ કેલ્શિયમ અને લોહતત્વ જેવાં મિનરલ્સ ઉપરાંત અનેક અતિ મહત્વના એમિનો એસીડ્સ અને ફાયટો કેમિકલ્સથી ભરપૂર છે. *રાગીલિક્સ*માં વિશિષ્ટ પધ્ધતિથી તૈયાર કરેલી ‘રાગી’ છે. આ રીતે તૈયાર કરવાથી રાગી સુપાચ્ય બને છે તેમજ તેમાં રહેલા તત્વો સહેલાઈથી શરીરમાં વહન થઈ શકે છે. *રાગીલિક્સ*માં પ્રચુર માત્રામાં ૩૪૦મિગ્રા / ૧૦૦મિગ્રા કેલ્શિયમ છે. કેલ્શિયમ હાડકાને મજબુત કરે છે. તેમાં લોહતત્વ પણ ઘણું હોવાથી તે હિમોગ્લોબિનનું પ્રમાણ બનાવી રાખે છે અને લોહીની ઊણપને દૂર રાખે છે. ‘રાગી’માં રહેલાં મહત્વનાં એમિનો એસીડ્સ જેમ કે Valin – જે પેશીની મરમત કરે છે, માનસિક શાંતિ આપે છે. Isoleucine – જે લોહી બનાવવા માટે જરૂરી છે. માંસપેશી, હાડકા, ચામડી વગેરેને સ્વાસ્થ્ય માટે જરૂરી છે. Threonine – જે શરીરમાં પ્રોટીનનું પ્રમાણ જાળવવા માટે જરૂરી છે. દાંતના એનેમલ માટે જરૂરી છે. Tryptophan – જે કુદરતી હળવાશ આપનાર છે. તણાવ, ચિંતા, માનસિક તાણ, અનિંદ્રાને રોકે છે. વૃધ્ધિકર હોર્મોન્સના સ્ત્રાવ માટે જરૂરી. Methionine – જે સ્વસ્થ ચામડી અને સ્વસ્થ વાળ માટે જરૂરી છે.
રાગીલિકસ સગર્ભા તેમજ સ્તનપાન કરાવતી માતાઓ માટે તો લાભકારક છે જ, આ ઉપરાંત કોઈ પણ વ્યક્તિ આનું સેવન કરશે તો એને પણ ચોક્કસ ફાયદો થશે. રાગીલિક્સ બનાવવું ખુબ સરળ અને ઝડપી છે. આ પોષક તત્વોથી ભરપૂર અને સ્વાસ્થ્ય સુધારતું આહાર છે. રાગીલિકસમાં પ્રોટીન્સ, મીનરલ્સ, એન્ટીઓકસીડ્ન્ટસ, સ્વાદ અને સુગંધ વધારવા માટે તેમાં બીજા નેચરલ ઘટકો ઉમેરવામાં આવ્યા છે. તેનાં પોષક તત્વો વધારે માત્રામાં શરીર માટે ઉપલબ્ધ થાય (જૈવ ઉપબ્ધ) તે માટે તેને વિશિષ્ટ રીતે તૈયાર કરવામાં આવ્યુ છે. રાગીલિકસમાં હળવી મીઠાશ છે. જે માતાનાં દુધની મીઠાશ સમાન છે.
આ આહાર આયુર્વેદી નિષ્ણાતોની દેખરેખમાં તૈયાર કરવામાં આવેલ છે.
Reviews
There are no reviews yet.