No products in the cart.
ભારતને અને ગુજરાતને ભૂપેન્દ્રસિંહ રાઓલ જેવા ખુલ્લા મનના અભ્યાસુ અને વૈજ્ઞાનિક અભિગમ ધરાવતા આધુનિક લેખકની જરૂર છે. કમ્પ્યુટર સ્ક્રીનથી બુકના પેઇઝ સુધીની આ સફર વાચકને પુસ્તક પૂરું કરે ત્યાં સુધીમાં વધુ બુદ્ધિમાન બનાવવા સક્ષમ છે. રાઓલસાહેબ ગોળ ગોળ જલેબી તળવામાં માનતા નથી. પૉઈન્ટ બ્લેન્ક રેન્જથી વાસ્તવિક વિચારોનો ધાણીફ્ટ ગોળીબાર કરે છે. એમની આ આગવી સ્ટાઈલ અપીલિંગ બની ગઈ છે.
ઇન્ટરનેટ પર પ્રમાણમાં આવી બાબતોમાં થોડા અબૂધ એવા વાચકો વચ્ચે ચર્ચાયેલા અને જાણકાર મર્મશો વચ્ચે વખણાયેલા આ લખાણોના સંગ્રહને કોઈ સંકોચ વિના વસાવીને વાંચવા જેવો છે. એમાં એકેડેમિક અપ્રોચથી આવતીકાલના ડિજિટલયુગના ભારતના નાગરિકોના દિમાગને કસાયેલું બનાવવાની અહાલેક છે.
ભૂપેન્દ્રસિંહ રાઓલને આવા કેસરિયા કરવા માટે ઝાઝેરાં જુહાર. રંગ છે આ બુદ્ધિજીવી બાપુને. આવા પ્રકારના પુસ્તકના આતુર વાચક અને વિસ્મયવાદી લેખક તરીકે મને ઓવારણા લેવાનું મન થાય છે, ઘણી ખમ્મા વિજ્ઞાનવિચારક્રાંતિને!
– જય વસાવડા
Additional information
ISBN | 978-93-85037-58-0 |
---|---|
Publication | Yuti Publication |
Size | 7 X 9.5 Inch |
Number Of Pages | 280 |
Author | Bhupendra Singh Raol |
by Vivek Dudhatra
Very good book for understand a human psychology