fbpx

Sukhadi

550.004,900.00

|| મલ્ટી વિટામિન્સ સુખડી...||

ગર્ભાવસ્થા દરમિયાન ખાસ ઉપયોગી બને એવી સુખડી...

Clear
Compare
SKU: N/A Categories: , , Tags: ,

|| મલ્ટી વિટામિન્સ સુખડી…||

ગર્ભાવસ્થા દરમિયાન ખાસ ઉપયોગી બને એવી સુખડી…

ગર્ભવતીના આહારમાં કાળજી :
સ્ત્રી જ્યારે ગર્ભ ધારણ કરે છે ત્યારથી એના શરીરમાં ઘણા ફેરફારો શરૂ થઈ જાય છે. હવે એનું શરીર એક જ ન રહેતા એક શરીરમાં બીજું શરીર પણ આકાર અને પોષણ પામતું હોય છે. આ સમયે શરીરને વધુ વિટામિન્સ અને મીનરલ્સની જરૂર પડે છે. આ સમયે ગર્ભવતી એ આહારમાં ખાસ કાળજી લેવી જરૂરી બને છે.

મલ્ટી વિટામિન્સ સુખડી શું છે ?
ગર્ભવતી સ્ત્રીને જરૂરી કેલ્શિયમ, આયર્ન અને બીજા જરૂરી વિટામિન્સ અને મિનરલ્સ મળી રહે એ હેતુથી આ સુખડી બનાવવામાં આવે છે. અત્યારે ટેબ્લેટ્સ અને પાવડર દ્વારા આ પૂર્તિ કરવામાં આવે છે. આનો વિરોધ નથી પરંતુ જો એનાથી વધુ આરોગ્યપ્રદ માર્ગ હોય તો એ આપણાં વડવાઓથી ચાલી આવતી આ સુખડી છે.

સામાન્ય રીતે એક ફરિયાદ જોવા મળે છે કે આ સમયમાં કઈ ભાવતું નથી. અમે આ સુખડી માતાઓને સ્વાદમાં પણ ભાવે એનું પણ ખાસ ધ્યાન રાખેલ છે.

ઉપયોગ અંગે…
● આ સુખડી ગર્ભવતી સ્ત્રી જ્યારથી પ્રેગ્નન્સીના સમાચાર મળે ત્યારથી લઈને પ્રસુતિ સમય સુધી દરરોજ 2-4 પીસ ખાય શકે છે.
● આ સુખડી વિવિધ ઔષધિઓથી ભરપૂર હોવાથી કોઈ પણ વ્યક્તિ ખાશે તો એના સ્વાસ્થ્યમાં ફાયદો જ થશે.

આ સુખડીમાં શું શું છે ?
ઓર્ગેનિક ઘઉંનો કરકરો લોટ, રાગી, ચણાનો લોટ, એવેના સટાઈવા, કેમિકલ વિનાનો દેશી ગોળ, દેશી ગાયનું વણોણાનું ઘી, શતાવરી, કાજુ, બદામ, પિસ્તા, ખજૂર તથા અન્ય ઔષધિઓ…

અમે શા માટે આ સુખડી બનાવીએ છીએ :
આમ તો આ સુખડી ઘરે પણ બની જ શકે છે. પણ, ઘણીવાર બધી જ ઔષધીઓ ના મળવાના કારણે જે હાજર હોય એનાથી કામ ચલાવી લેવામાં આવે છે. અને એમાં જરૂરી સામંગ્રી લોટ, ગોળ અને દેશી ગાયનું ઘી આ બધુ શુદ્ધ અને ઓર્ગેનિક શોધવું પણ અઘરું થતું હોય છે. અને આજની વ્યસ્ત જીવનશૈલીના કારણે ક્યારેક આવો સમય પણ નથી મળતો.

આથી અમે વિચાર્યું કે આપણે આ બધી સાંમગ્રી ભેગી કરીએ અને શુદ્ધ અને ઔષધીઓથી ભરપૂર એવી સુખડી બનાવીએ જેથી ઘણી બધી માતાઓ અને બાળકોને આનો લાભ મળે.

આ સુખડી અમે સવારના સમયમાં ભક્તિમય વાતાવરણમાં બનાવીએ છીએ. કહેવાય છે ને કે રસોયમાં સ્વાદ ફક્ત મસાલાનો નથી હોતો. એમાં ભાવ ભળે તો જ એના સ્વાદમાં સોડમ અને તૃપ્તિ અનુભવાય છે. અમે આ બાબતનું ખાસ ધ્યાન રાખીએ છીએ. આ બનાવતી વખતે અમારા મનમાં માતા અને બાળકના સ્વસ્થ જીવન માટેનો પ્રાર્થનાભર્યો ભાવ હોય છે.  કારણકે આખરે આ સુખડીનો હેતુ જ એ છે કે માતા અને બાળકને ઉત્તમ સ્વાસ્થ્ય પ્રાપ્ત થાય.

મલ્ટી વિટામિન્સ સુખડી નિર્માતા : દીક્ષિતા કૌશિક શેઠ
કિંમત અને વજન
₹550/- (500gm)
₹1000/- (1 kg)
₹1950/- (2kg)
₹4900/- (5kg)
(કુરિયર ખર્ચ સહિત)

Additional information

Weight

, , ,

Manufacturer

Dixita Kaushik Sheth

Size

1

Be the first to review “Sukhadi”

Your email address will not be published. Required fields are marked *

Reviews

There are no reviews yet.

Main Menu

550.004,900.00

Add to Cart