fbpx

The art of war & Satyam shivam sundaram combo

400.00450.00 (-11% off)

In stock

આર્ટ ઓફ વોર :
યુદ્ધ કોઈ પણ હોય- યુદ્ધભૂમિનું કે જીવન જીવવાનું, સંબંધોનું કે સામાજિક પરિસ્થિતિઓનું, કરિયરનું કે પોતાની જાત સાથેનું…દરેક માણસ જે પણ કરે છે તે વિજયી થવા, સફળ થવા માટે કરે છે. પણ, જીતના બે પ્રકાર હોય છે; સશસ્ત્ર અને નિ:શસ્ત્ર, લોહિયાળ અને શાંતિપૂર્ણ. વગર યુદ્ધે વિજય કેમ મેળવવો એ આધુનિક માણસની મોટી મૂંઝવણ છે.

2,000 વર્ષ પહેલાં, ધ Art ઑફ War પુસ્તકમાં આ વિચાર પહેલીવાર આપવામાં આવ્યો હતો. એ વિચાર એટલો દિલચશ્પ હતો કે પછી તો તેને જીવનના બીજા સંઘર્ષોના ઉકેલ તરીકે પણ સ્વીકારવામાં આવ્યો. આ પુસ્તકમાં, યુદ્ધને શાંતિથી જીતવાના Smart અભિગમ તરીકે જોવામાં આવ્યું છે. આ Timeless Bestsellerમાં રજૂ થયેલી નીતિઓથી તમે શીખી શકશો કે… * યુદ્ધમાં લડાઈ કર્યા વગર કેવી રીતે દુશ્મનને હરાવવો? * જીત માટે કૂનેહપૂર્વકનું પ્લાનિંગ કેવું હોય? * યુદ્ધમાં શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ?

આ પુસ્તકમાં ભલે સમજણ માટે મેદાની યુદ્ધની વાત કરી હોય, પણ તમે જેમજેમ આ પુસ્તક વાંચતા જશો, તેમતેમ તમને અનુભવાતું જશે કે આ નીતિઓ તમારા જીવનમાં પણ એટલી જ ઉપયોગી છે. માણસ શારીરિક યુદ્ધોમાંથી નીકળીને સાઇકોલોજીકલ યુદ્ધો કરતો થયો છે અને તેથી જ ધ Art ઑફ War આપણી બુદ્ધિની શક્તિઓનું સેલિબ્રેશન છે. યાદ રાખો – આ નીતિઓની વિરુદ્ધનું આચરણ કરનારને જીવનમાં ક્ષણે ક્ષણે હાર સ્વીકારવી પડશે તેની ગેરંટી છે.

સત્યમ્ શિવમ્ સુંદરમ્
જીવનની દરેક પળને સુખી, સંતોષી અને સાર્થક કેવી રીતે બનાવી શકાય? આધુનિક જીવનની એક મર્યાદા એ છે કે ભૌતિક સફળતાની મેરેથોન દોડમાં આપણે વર્તમાનના સુખ અને સૌંદર્યને ચૂકી જઈએ છીએ. આપણે કહીએ છીએ કે માણસે ક્ષણમાં જીવવું જોઈએ. પણ, કેવી રીતે? તેનો જવાબ જાપાનમાં જીવન જીવવાની કળા માટેનાં ત્રણ મહાન વિચારોમાં છે.

મજાની વાત એ છે કે તેનું જ પ્રતિબિંબ સદીઓ જૂની ભારતીય સંસ્કૃતિમાં પણ છે. ઇચિગો ઇચી એટલે સત્યમ્ જીવનની દરેક ક્ષણ અનોખી છે, તેને અચૂક માણો. કાઈઝન એટલે શિવમ્ રોજેરોજના કામોમાં કંઈક ઇમ્પ્રુવ કરો. વાબી-સાબી એટલે સુન્દરમ્ જે જેવું છે તેવો તેનો સ્વીકાર કરો.

તમારા વર્તમાન જીવનને ઉત્સાહપૂર્વક Celebrate કરવા અને ભવિષ્યને Magically બદલી નાંખવા માટે આ પુસ્તકમાં સમાવેલાં ત્રણ વિચારો મદદગાર સાબિત થશે. ઓરિજિનલ ગુજરાતી બેસ્ટસેલર ઇકિગાઈના લેખક રાજ ગોસ્વામી લિખિત આ પુસ્તક જીવનની દરેક પળને સુખી, સંતોષી અને સાર્થક બનાવવાની શાશ્વત કળા શીખવે છે.

Be the first to review “The art of war & Satyam shivam sundaram combo”

Your email address will not be published. Required fields are marked *

Reviews

There are no reviews yet.

Main Menu

The art of war & Satyam shivam sundaram combo

400.00450.00 (-11% off)

Add to Cart