No products in the cart.
Frequently Bought Together
- This item: Wheatgrass Powder (150gm)(₹300.00)
- Drumstick Powder - Home Made - સરગવાની સિંગનો પાવડર(₹350.00
₹400.00)
વીટગ્રાસ એટલે ઘઉંનો કુમળો છોડ. છેલ્લા થોડાક વર્ષોમાં આ ઘાસની ન્યુટ્રિશનલ વેલ્યુ અને એની શરીરમાં થતી અસરો વિશે ઘણાં સંશોધન અને પ્રયોગો થયા છે. સંશોધનના તારણમાં આ સુપરફુડ તરીકે ઉભરી આવેલ છે. આ એવું સુપરફુડ છે જેની જરૂર આજે આપણામાંથી મોટાભાગના લોકોને છે. આજે આપણી બદલાયેલી ફૂડ હેબીટના કારણે શરીરને જરૂરી વિટામિન્સ અને મિનરલ્સ પૂરતા પ્રમાણમાં મળતાં નથી. એમાં પણ ખાસ ગ્રુપ ઓફ વિટામિન બી ની ડેફીસીયંસી ખુબ જોવા મળે છે.
વીટગ્રાસમાં કેલરીનું પ્રમાણ ઓછું છે પણ, વિટામિન્સ, મિનરલ્સ, પ્રોટીન્સ અને એમિનો એસિડથી સમૃદ્ધ છે. રિસર્ચ એવું પણ કહે છે કે વીટગ્રાસની પ્રોપર્ટીસ એન્ટીકેન્સર છે. ઘણા પ્રયોગો આની સાબિતી પણ આપે છે. તેમાં રહેલું એંજાઈમ મેટાબોલિઝ્મમાં ખુબ મદદરૂપ બને છે. આથી જ વીટગ્રાસની ગણતરી હવે સુપર ફૂડ તરીકે થવા લાગી છે.
ફાયદા :
– શરીરને ડીટોક્સિન કરે છે.
– લીવરના ફંક્શનમાં મદદરૂપ બને છે.
– પાચનમાં સુધારો કરે છે.
– મેટાબોલિઝ્મને સુપર એકટીવ કરે છે.
– કોલેસ્ટ્રોલ ઘટાડે છે.
– રોગપ્રતિકારક શક્તિ વધારે છે.
– વજન ઘટાડવા અકસીર છે.
– એન્ટી કેન્સર તરીકે કામ કરે છે.
– ડાયાબિટીસ અને આર્થરિટિસમાં ફાયદારૂપ છે.
આટલા અદભુત ફાયદા છે વીટગ્રાસના. વધુ વિચાર્યા વિના આનું સેવન શરૂ કરવું એ જ બુદ્ધિગમ્ય ગણાશે.
ઘણાને ઘઉં કે ઘાંસની એલર્જી હોય છે. શક્ય છે તેઓને આ અનુકૂળ ન આવે. શરૂ શરૂમાં કદાચ સ્વાદ પણ ન ફાવે. ઉબકા આવવા કે પેટમાં ગડબડ થવી જેવા લક્ષણો દેખાય. આ સ્વાભાવિક છે. શરીરને અનુકૂળ થવામાં થોડોક સમય લાગી શકે છે. આથી જેઓ તંદુરસ્ત રહેવા ઇચ્છતા હોય તેઓએ આનું સેવન શરૂ કરવું જોઈએ. ઘણી જગ્યાએ આનું સેવન દરરોજ કરવાનું કહે છે. મારો અનુભવ કહે છે કે દરરોજના બદલે બે દિવસે એકવાર કે અઠવાડિયે એકવાર નિયમિત સેવન કરવું વધુ હિતાવહ છે.
વીટગ્રાસ ઘરે જ તૈયાર થઇ શકે છે. એની પ્રોસેસ ખુબ સરળ છે. તમને યાદ હોય તો, તહેવાર પર વાંસના કુંડામાં ઘઉં વાવીને જ્વારા ઉગાડતા. બસ, આ જ્વારા એ જ વીટગ્રાસ. પહેલા ઘઉંને 24 કલાક પલાળી રાખો. પછી કુંડા અથવા ટ્રેમાં વાવી દો. માટી અને ખાતર ઉત્તમ હોય એ ઈચ્છીય છે. વધુ પાણી પીવડાવાની પણ જરૂર નથી. 9-11 દિવસનો છોડ થાય એટલે ક્રોપ કરી, સાફ કરીને જ્યુસ બનાવીને પીવો. ઘરમાં જો બાળક હોય તો એને પણ આ પ્રક્રિયામાં ઇન્વોલ્વ કરો. એને ઉગાડવાની મજા આવશે અને એ પ્રોસેસમાં સાથે હશે તો જ્યુસ પીવાનું મોટિવેશન પણ મળશે. આરોગ્ય તો મળશે જ મળશે.
જો ઘરે આ ઉગાડવું શક્ય ના હોય તો હું અને મારી ટિમ આ ઉગાડીને એનો પાઉડર તૈયાર કરીએ છીએ. પાઉડર પણ એટલો જ લાભદાયી છે. તમારા ઘરે જ ઉગાડવાનું એટલે કહું છું કારણ કે એની પ્રોસેસની પણ મજા છે. હવે તો માર્કેટમાં ટેબ્લેટ પણ મળે છે. મારો અંગત મત છે ટેબલેટ અવોઇડ કરવી. આનો નેચરલ સોર્સ આટલો સરળ છે તો આપણે શા માટે ટેબ્લેટ કે ફ્રોઝન ફોર્મનો ઉપયોગ કરવો.
પાવડરનો ઉપયોગ કઈ રીતે કરશો?
ફ્રૂટ જ્યુસ કે સ્મૂથીમાં મિક્ષ કરી લેવું જોઈએ. ઓછો સમય હોય તો નોર્મલ પાણી હૂંફાળું કરી એમાં પાઉડર બરાબર મિક્ષ કરી, એમાં થોડુંક નામક, લીંબુ, ગોળ નાખીને પણ લઇ શકાય.
– ડૉ. અમી વેકરીયા
by Nilesh Tralshawala
Good product getting relief