fbpx

વંડર પેરેન્ટીંગ / Wonder Parenting

350.00380.00 (-8% off)

In stock

Category:

શીખવનારને 10 શિખામણ : પહેલાના સમયની સરખામણીએ આજે બાળઉછેરની વ્યાખ્યા અને સ્ટાઇલ ખુબ બદલાય ગયા છે. આજે ધીરે ધીરે ન્યુક્લિયર ફેમિલી થઇ રહ્યા છે અને એક અથવા બે જ બાળકોનો ટ્રેન્ડ આવી ગયો છે. કમ્પૅરિઝન અને કોમ્પિટિશનની એવી હવા ચાલી છે કે જેનું ભોગ આપણું બાળક બની રહ્યું છે. આ સમયમાં ખુબ જરૂરી છે કે આપણે પેરેન્ટ્સ તરીકે જાગૃત થઈએ અને બાળકના એસેન્સને પૂરતું પોષણ આપી એને એના જીવનમાં વધુ સુખી અને આનંદિત થવાનો અવસર આપીએ.

આ પુસ્તક તમને તમારા બાળકને સમજવામાં મદદરૂપ થાય છે. આજે મોટાભાગના પેરેન્ટ્સ ફરિયાદ કરતા હોય છે બાળક અમારી વાત નથી સાંભળતું કે અમે કહીએ એમ નથી કરતુ. આની પાછળનું મૂળ કારણ હોય છે કે પેરેન્ટ્સ જ બાળકને નથી સમજતા હોતા. જ્યારે પેરેન્ટ્સ બાળકને સમજતા નથી ત્યારે બાળક સાથેનો એનો વ્યવહાર પણ ભૂલભરેલો જ રહે છે. આથી ખુબ જરૂરી બની જાય છે બાળકને શિક્ષણ આપતા પહેલા આપણે શિક્ષિત થઈએ. આથી જ આ પુસ્તક દરેક પેરેન્ટ્સ માટે ફરજીયાત રીફર કરવા જેવું છે.

જો તમે ચાર થી ચૌદ વર્ષના બાળકના પેરેન્ટ્સ હોવ અથવા આ ઉંમરનું બાળક તમારા ઘરમાં હોય તો આ પુસ્તક ખાસ વાંચજો. ભલે તમને પુસ્તકો વાંચવાનો શોખ ન હોય, તો પણ વાંચજો અને અભ્યાસ કરજો. કમસેકમ તમારા બાળકના ઉત્તમ ઘડતર અને ભવિષ્ય માટે આ જરૂર કરજો.

બાળઉછેર બે હાથમાં : બાળકની તબિયતમાં થોડુંક પણ આઘાપાછું થાય એટલે તરત જ આપણે ચિંતિત થઇ દવાખાને દોડી જતા હોઈએ અથવા અધૂરા માહિતી કે તુક્કાનાં આધારે ઘરે ઉપચાર કરવા લાગીએ છીએ. બન્ને બાબતો ખોટી છે. સાચી રીત એ છે કે પ્રથમ તો બાળકના સ્વાસ્થ્યને બરાબર સમજવામાં આવે. એને ક્યો ખોરાક અને ઋતુ અનુકૂળ આવે છે અને ક્યો ખોરાક અને ઋતુ અનુકૂળ નથી આવતા, એની રોગપ્રતિકારક શક્તિ કેવી છે, એને કઈ રીતે વધારી કે મેન્ટેઇન કરી શકાય વગેરે બાબતો એ આપણે જાણવું જરૂરી હોય છે. આ માટે જરૂર પડે છે અનુભવી ડોક્ટરનું માર્ગદર્શન. ડો. સતીશ પટેલ વર્ષોથી બાળરોગ નિષ્ણાંત તરીકે પ્રેક્ટિસ કરે છે. એમનો અપ્રોચ હમેંશા સેવાભાવનો રહ્યો છે. એ ભાવ રૂપે જ આ પુસ્તકનો જન્મ થયો. એમના વર્ષોના અનુભવોનો નિચોડ એટલે આ પુસ્તક. આ પુસ્તકમાં લેખકે એક માતા-પિતાને પોતાના બાળકના હેલ્થ બાબતે જે કંઈ જાણવું જરૂરી છે એ બધું જ લખ્યું છે. વિષય ખુબ અઘરો હોવા છતાં એમને ભાષા એટલી સરળ અને રસાળ રાખી છે કે દરેક વ્યક્તિને વાંચવું ગમે એન સરળતાથી સમજી શકે.

અમને પાક્કો ભરોસો છે કે આ પુસ્તક આપણા બાળકના હેલ્થની કાળજી લેવામાં ખુબ મદદરૂપ થશે.

(ખાસ નોંધ : આ પુસ્તક કોમનમેન ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા રાહત દરે પ્રકાશિત થયેલ છે.)

 

Be the first to review “વંડર પેરેન્ટીંગ / Wonder Parenting”

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Reviews

There are no reviews yet.

Main Menu

વંડર પેરેન્ટીંગ / Wonder Parenting

350.00380.00 (-8% off)

Add to Cart