No products in the cart.
પિતા માટે બાળઉછેર રેસિપી (દરેક ઘરનો સ્વાદ અલગ હોય શકે.)
– એક મૂઠી ચોખા અને એક મૂઠી મગ ની જેમ સાહસ અને સંવાદ નું પ્રમાણ સરખું રાખો.
– ગુસ્સાનો ગરમ મસાલો પ્રમાણ સર રાખવો.
– ચર્ચા મિક્સ વેજ સબ્જીની જેમ બધી સબ્જી(ભાવ)નું બૅલેન્સ જળવીને કરવી.
– કારેલાંની કડવાશની સાથે પિતા શીંગ, ગાંઠિયાના ભૂકા ને મિક્સ કરી
– માતાએ નિર્દોષતા- સરળતા- મિલનસારપણું જેવા ગુણો પહેલા બાફીને તૈયાર રાખવા.
– જગ ભરીને બાળકનાં આત્મવિશ્વાસની રક્ષા કરીએ.
– સૂકા લાલ મરચાના બીજ કાઢીને વધતો તીખો ગુસ્સો જરૂર લાગે તો જ પીરસતા સમયે ભભરાવી શકાય. પણ સાથે પ્રેમનું મીઠું પાન આપવાનું ન ભૂલાય.
– બાળરેસિપી તૈયાર કરતી વખતે સંગીતનું મનોરંજન સ્વાદમાં ફેર પાડી શકે.
– માતા પિતાનાં મિક્સ ફ્રૂટ સંવાદ સાથે પૂરી ડીશ તૈયાર છે.
– આ બાળરૂપી રેસિપી ડિજિટલ દુનિયામાં શેર કરીએ તે પહેલા જાતે ચાખીને પરિસ્થિતિ અનુસાર પ્રેઝન્ટ કરવી.
દુનિયાના હજારો સંબંધ હોવા છતાં કઈક ખૂટતું લાગે તે પાત્ર એટલે પિતા…
***
મા માટે બાળઉછેર રેસિપી (દરેક ઘરનો સ્વાદ અલગ રહેશે.)
– એક ટેબલ સ્પૂન દેશી ગાયના ઘી જેવું બાળકને શુદ્ધ સન્માન આપીએ.
– બે વાટકી બાળક પર વિશ્વાસ મૂકીએ.
– બદલી ન શકાય એવા માના નિયમો સ્વાદ અનુસાર.
– માતાએ બાળકોને ભયમુક્ત પાણીથી સાફ કરી લેવા.
– માતાએ નિર્દોષતા- સરળતા- મિલનસારપણું જેવા ગુણો પહેલા બાફીને તૈયાર રાખવા.
– દરેક મા ઘરના તુલસીના છોડની જેમ કળશ ભરીને બાળકનાં આત્મવિશ્વાસ ચડાવે.
– ખાટી મીઠી આંબલી જેમ પ્રેમની અભિવ્યક્તિ વખતે ખાટો મીઠો બંને ભાવ વ્યકત કરે.
– ઘરમાં બાળરેસિપી તૈયાર કરતી વખતે સંગીતનું મનોરંજન સ્વાદમાં ચોક્કસ ફેર પાડી શકે.
– માતા પિતાનાં મિક્સ ફ્રૂટ સંવાદ સાથે પૂરી ડીશ તૈયાર થસે.
– આ બાળરૂપી રેસિપી ડિજિટલ દુનિયામાં શેર કરીએ તે પહેલા જાતે ચાખીને પરિસ્થિતિ અનુસાર પ્રેઝન્ટ કરવી.
દવા કામ ન આવે ત્યારે જે નજર ઉતારે તે મા.
***
ડિજિટલ બાળઉછેર રેસિપી (દરેક ઘરનો સ્વાદ અલગ હોય શકે.)
– બાળકો ઈશ્વરનાં મોબાઈલ છે, પ્રેમથી રિંગ વગાડતા રહેવું.
– બાળકોની અવડતોને ઇન્સ્ટોલ કરીએ અને અપડેટ કરતાં રહીએ.
– બાળકોની ભુલોને સેવ કરવાને બદલે વાર્તાલાપ વધુ કરીએ.
– બાળકોને પણ કરતાં રહીએ whatsapp.
– ગેમ રમીએ પણ ફોન હેંગ થાય તે પહેલા બાળકની કેપેસિટી જોઈને છૂટો આપવી.
– તહેવારોની ઉજવણી વાસ્તવિક રૂપે થવી જોઈએ અને એનાં ફોટો યાદી રૂપે ફોનમાં સેવ થવા જોઈએ. તો જ જીવનનો ખરો સ્વાદ માણવા મળશે.
– બાળકોની સમજણ પર લાઇક, કોમેન્ટ અને શેર કરવાનું ભૂલતા નહીં.
ગેજેટ્સ ત્રણ વાતો શીખવે છે.
૧. જે સારું લાગે તેને Save કરીએ.
ર. જેનાથી બીજા ખુશ થાય તે Share કરીએ.
૩. જે સારું ના લાગે તેને Delete કરીએ.
***
કુટુંબ માટે બાળઉછેર રેસિપી (દરેક કુટુંબનો સ્વાદ અલગ હોય શકે.)
– રસોડાના મસાલાનાં ડબ્બાની જેમ કુટુંબમાં પણ અલગ અલગ ટેસ્ટ હોવો જોઈએ અને સ્વીકારવો જોઈએ.
– મિક્સ ભેળની જેમ વ્યક્તિઓના ભાવો મિક્સ હોય તોજ મજા આવે જીવનની ભેળપુરી ખાવાની. લાલ પ્રેમના ટામેટાના ટુકડા, લીલા મરચાં જેવા નિયમો માપસર, ક્યારેક કડક અને ક્યારેક નરમ મમરા જેવો સંવાદ, ખાટી મીઠી ચટણી જેવી ચર્ચાઓ, ડુંગળીના પડની જેમ જડ લાગણીઓના પડને કાઢીને પીરસવું, અવિશ્વાસ લીંબુના બીની જેમ કાઢી નાખવો, પહેલા સ્વતંત્રતા બટેટાની જેમ બાફી લેવી.
આપણું કુટુંબ થડ છે… આપણે તેની ડાળ-ડાળી… જેમ જેમ ઉંચી થાય અને આસ-પાસ ફેલાય તેમ થડ પણ મોટું થાય છે અને તેના મૂળ ફેલાવે છે.
***
બાળઉછેર રેસિપી ભૂલોની છૂટ (દરેક ઘરનો સ્વાદ અલગ રહેશે.)
– રોટલીના ગોળાકારમાં થતી ભૂલોની જેમ બાળકની અભિવ્યક્તિમાં ભૂલો કરવા દેવી.
– પાડોશીના વાટકી વ્યવહારમાં સમજણનો વ્યવહાર પણ કરી શકાય.
– લગ્નના જમણવારમાં ભૂલો કાઢવાની ટેવની જેમ બાળકની ભૂલની બદલે તેની આવડત પર ધ્યાન રાખવું.
– નવી ડીશ બનાવતી વખતે જે ભૂલો થઈ શકે તેમજ બાળક પણ નવા પ્રયોગો કે પ્રયત્નો વખતે ભૂલો કરી શકે.
– ભૂલ કરતાં પહેલા સ્વીકાર-માફી-સમજણ તૈયાર રાખવા.
– કદાચ શાક મોળું બને તો મીઠી હુંફ ઉપરથી ઉમેરી શકાય.
ભૂલ કરે તેને માણસ કહેવાય, ભૂલ સુધારે તેને મોટો માણસ કેહવાય અને જે ભૂલ સ્વીકારી લે તેને માતા પિતા.
Additional information
ISBN | 978-93-85037-43-6 |
---|---|
Publication | Yuti Publication |
Author | Samira Dekhaiya Patravala |
language | Gujarati |
Reviews
There are no reviews yet.